18 August, 2025 10:21 AM IST | Kolkata | Gujarati Mid-day Correspondent
પ્રોવેલોસિટી બૅટથી બંગલાદેશી ક્રિકેટર્સને કોચિંગ આપતો જુલિયન વુડ.
ઇંગ્લૅન્ડનો જુલિયન વુડ પાવર-હિટિંગ કોચ તરીકે બંગલાદેશની મેન્સ અને વિમેન્સ ક્રિકેટ ટીમ પર જબરદસ્ત પ્રભાવ પાડી રહ્યો છે. તેણે ટ્રેઇનિંગ કૅમ્પ દરમ્યાન પ્લેયર્સ અને કોચિંગ સ્ટાફને પ્રોવેલોસિટી બૅટ સહિતનાં સાધનો વિશે જાણકારી આપી હતી. બંગલાદેશના બૅટર્સ ભારે સળિયા જેવા દેખાતા પ્રોવેલોસિટી બૅટથી પાવર-હિટિંગની પ્રૅક્ટિસ કરતા જોવા મળ્યા હતા. એ રમત દરમ્યાન હાથ અને આંખના યોગ્ય સંકલન સહિતની સ્કિલ વિકસાવવામાં મદદ કરે છે.