29 June, 2025 06:36 AM IST | Birmingham | Gujarati Mid-day Correspondent
કુલદીપ યાદવ, માઇકલ ક્લાર્ક
ભારતના બોલિંગ-યુનિટ પર વધતી ચિંતાઓ વચ્ચે ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન કૅપ્ટન માઇકલ ક્લાર્કે બીજી ટેસ્ટ-મૅચ માટે એક્સ-ફૅક્ટર અને ડાબા હાથના સ્પિનર કુલદીપ યાદવને ભારતીય ટીમમાં સામેલ કરવાનું સૂચન કર્યું છે. તેણે કહ્યું કે ‘મને લાગે છે કે કુલદીપ યાદવને રમાડવો જોઈએ. તે વિકેટ લેનાર બોલર છે અને પહેલી ટેસ્ટ-મૅચમાં તેણે જે જોયું એના કરતાં તે ભારતીય બોલિંગ-આક્રમણ માટે વધુ સારુ પ્રદર્શન આપી શક્યો હોત.’
તેણે વધુમાં કહ્યું કે ‘ભારત વધારાની બૅટિંગ અથવા ડીપ-બૅટિંગ વિશે ખૂબ કાળજી રાખે છે, પણ મને લાગે છે કે ઇંગ્લેન્ડમાં જીતવા માટે તમારે ૨૦ વિકેટ લેવી પડશે.’ ૧૩ ટેસ્ટ-મૅચમાં ૫૬ વિકેટ લેનાર ૩૦ વર્ષનો કુલદીપ ઇંગ્લૅન્ડ સામે ૬ ટેસ્ટ-મૅચમાં ૨૧ વિકેટ લઈ ચૂક્યો છે.