પાકિસ્તાન સામેની જીતથી આત્મવિશ્વાસ વધ્યો : ઇંગ્લૅન્ડના કોચ

04 October, 2022 12:29 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

બન્ને દેશ ૩-૩થી બરાબરીમાં રહ્યા હતા

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

ઇંગ્લૅન્ડે રવિવારે લાહોરમાં પાકિસ્તાન સામેની સાતમી અને આખરી ટી૨૦માં વિજય મેળવીને સિરીઝ ૪-૩થી જીતી લીધી એ પછી ઇંગ્લૅન્ડની ટીમના કોચ મૅથ્યુ મૉટે કહ્યું, કે ‘આ વિજયને લીધે મારી ટીમનો આત્મવિશ્વાસ આ મહિનાના ટી૨૦ વર્લ્ડ કપ પહેલાં ઘણો વધી ગયો છે.’ બન્ને દેશ ૩-૩થી બરાબરીમાં રહ્યા પછી રવિવારે ઇંગ્લૅન્ડે બૅટિંગ મળ્યા પછી ડેવિડ મલાન (૭૮ અણનમ), હૅરી બ્રુક (૪૬ અણનમ), બેન ડકેટ (૩૦ રન) અને ઇન્ફૉર્મ વિકેટકીપર-બૅટર ફિલ સૉલ્ટ (૨૦ રન)ના યોગદાનોથી ૩ વિકેટે ૨૦૯ રન બનાવ્યા હતા. પાકિસ્તાનની ટીમ મોહમ્મદ રિઝવાન (૧) અને કૅપ્ટન બાબર આઝમ (૪) નિષ્ફળ ગયા પછી શાન મસૂદના ૫૬ રન છતાં ૮ વિકેટે ફક્ત ૧૪૨ રને ઑલઆઉટ થઈ ગઈ હતી અને ઇંગ્લૅન્ડનો ૬૭ રનથી વિજય થયો હતો. 

sports sports news t20 international cricket news