22 January, 2026 09:54 AM IST | Colombo | Gujarati Mid-day Correspondent
હૅરી બ્રૂક
શ્રીલંકા સામેની વન-ડે સિરીઝ પહેલાંની પ્રેસ-કૉન્ફરન્સમાં ઇગ્લૅન્ડના વાઇટ-બૉલ ટીમના કૅપ્ટન હૅરી બ્રૂકે મોટું નિવેદન આપ્યું છે. ગયા વર્ષે ઑક્ટોબરમાં ન્યુ ઝીલૅન્ડમાં એક નાઇટ-ક્લબ બાઉન્સર સાથેના ઝઘડામાં સામેલ થયો હતો. બાદમાં તેણે આ ઘટના માટે માફી માગી હતી.
૨૬ વર્ષના હૅરી બ્રૂકે આ ઘટના બાદ કૅપ્ટન્સી વિશે ઊભા થયેલા પ્રશ્નો વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘મેં એ નિર્ણય મૅનેજમેન્ટ પર છોડી દીધો હતો. જો તેઓ મને કૅપ્ટન પદેથી હટાવી દેત તો મને કોઈ સમસ્યા ન હોત. હું નસીબદાર છું કે હું હજી પણ ઇંગ્લૅન્ડની ટીમનો કૅપ્ટન છું. મને લાગે છે કે ટીમના ખેલાડીઓનો વિશ્વાસ પાછો મેળવવા માટે મારે થોડી મહેનત કરવી પડશે. મેં ન્યુ ઝીલૅન્ડમાં જે કર્યું એ સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. હું મારી ભૂલ સ્વીકારું છું.’