આઇપીએલમાં નહીં રમે ઇંગ્લૅન્ડના બેરસ્ટૉ, મલાન અને વૉક્સ

12 September, 2021 07:47 AM IST  |  Mumbai | Agency

આવનારા ખેલાડીઓને દુબઈમાં છ દિવસ ક્વૉરન્ટીન રહેવું પડશે. એવું માનવામાં આવે છે કે બેરસ્ટૉ અને માલને આ કારણે જ પોતાનું નામ પાછું ખેંચ્યું છે.

આઇપીએલમાં નહીં રમે ઇંગ્લૅન્ડના બેરસ્ટૉ, મલાન અને વૉક્સ

હૈદરાબાદનો ઓપનર જૉની બેરસ્ટૉ, પંજાબનો બૅટ્સમૅન ડેવિડ મલાન અને દિલ્હીનો ઑલરાઉન્ડર ક્રિસ વૉક્સે અંગત કારણોસર આઇપીએલમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. અગાઉના કાર્યક્રમ મુજબ ભારત અને ઇંગ્લૅન્ડના ખેલાડીઓ એકસાથે જ મૅન્ચેસ્ટરમાંથી યુએઈ જવાના હતા. આમ ખેલાડીઓ એક બબલમાંથી બીજા બબલમાં જવાના હતા, પરંતુ ભારતીય કૅમ્પમાં સપોર્ટ સ્ટાફને કોરોના થતાં આઇપીએલની ટીમોને પોતે જ પોતાની વ્યવસ્થા કરવાની ફરજ પડી હતી. આ રીતે આવનારા ખેલાડીઓને દુબઈમાં છ દિવસ ક્વૉરન્ટીન રહેવું પડશે. એવું માનવામાં આવે છે કે બેરસ્ટૉ અને માલને આ કારણે જ પોતાનું નામ પાછું ખેંચ્યું છે.

cricket news ipl 2021 sports news sports