13 May, 2026 03:38 PM IST | Europe | Gujarati Mid-day Correspondent
રાહુલ દ્રવિડ અને અભિષેક બચ્ચન
બૉલીવુડ ઍક્ટર અભિષેક બચ્ચન અને ક્રિકેટ આયરલૅન્ડની આગેવાની હેઠળની યુરોપિયન T20 પ્રીમિયર લીગ (ETPL)ની છઠ્ઠી અને અંતિમ ટીમના માલિકની પણ જાહેરાત થઈ ગઈ છે. ભારતનો ભૂતપૂર્વ કૅપ્ટન અને હેડ કોચ રાહુલ દ્રવિડ ડબલિન ગાર્ડિયન્સ ટીમનો માલિક બન્યો છે. આગામી ઑગસ્ટ-સપ્ટેમ્બરમાં રમાનારી લીગની પહેલી સીઝન પહેલાં છ ટીમોનું ફ્રૅન્ચાઇઝી માળખું પૂર્ણ થયું છે. રાહુલ દ્રવિડ કહે છે, ‘ETPLમાં જે બાબતે મને આકર્ષિત કર્યો એ છે એની પાછળનું વ્યાપક વિઝન. તળિયાના સ્તરે વિકાસને મજબૂત કરીને આયરલૅન્ડ સહિત યુરોપમાં ઊભરતી પ્રતિભાઓ માટે માર્ગ બનાવીને યુરોપમાં ક્રિકેટને આગળ વધારવામાં મદદ કરવાની આ મહત્ત્વપૂર્ણ તક છે.આગામી પેઢીને તૈયાર કરવી હંમેશાં મારા માટે મહત્ત્વનું રહ્યું છે અને હું માનું છું કે ETPL એ સફરમાં અર્થપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.’ આ લીગની અન્ય ટીમોમાં ગ્લેન મૅક્સવેલ બેલફાસ્ટ, કાઇલ મિલ્સ અને નૅથન મૅક્લમ એડિનબર્ગ, ક્રિસ ગેઇલ ગ્લાસગો, સ્ટીવ વૉ ઍમ્સ્ટરડૅમ, જૉન્ટી રોડ્સ અને ફાફ ડુ પ્લેસી રૉટરડૅમ ટીમના માલિક છે. ક્રિકેટ આયરલૅન્ડ, ક્રિકેટ સ્કૉટલૅન્ડ અને રૉયલ ડચ ક્રિકેટ અસોસિએશન સાથેની ભાગીદારીમાં શરૂ થયેલી ETPL એ પ્રથમ ક્રૉસ-બૉર્ડર ફ્રૅન્ચાઇઝી મૉડલ લીગ છે.