ઇમોશનલ અને ખૂબ ઉત્સાહને કારણે ભારત સામે હારે છે પાકિસ્તાની ટીમ : રાશિદ લતીફ

13 September, 2025 11:38 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પાકિસ્તાનના ભૂતપૂર્વ કૅપ્ટન રાશિદ લતીફે હાલમાં વર્તમાન ભારતીય ટીમની ભરપૂર પ્રશંસા કરી છે. ૧૪ સપ્ટેમ્બરની ભારત-પાકિસ્તાનની મૅચ વિશે વાત કરતાં તેણે કહ્યું કે ‘અમારી ટીમ ઇમોશનલ અને અતિશય ઉત્સાહને કારણે એકસાથે બધું કરવાનો પ્રયાસ કરે છે.

રાશિદ લતીફ

પાકિસ્તાનના ભૂતપૂર્વ કૅપ્ટન રાશિદ લતીફે હાલમાં વર્તમાન ભારતીય ટીમની ભરપૂર પ્રશંસા કરી છે. ૧૪ સપ્ટેમ્બરની ભારત-પાકિસ્તાનની મૅચ વિશે વાત કરતાં તેણે કહ્યું કે ‘અમારી ટીમ ઇમોશનલ અને અતિશય ઉત્સાહને કારણે એકસાથે બધું કરવાનો પ્રયાસ કરે છે. ભારત સામે મૅચને છેલ્લે સુધી લઈ જવાનો પ્રયાસ કરતા નથી એટલે જ પાકિસ્તાન મોટા ભાગે હારે છે. ભારત પિચ અને મૅચની પરિસ્થિતિ અનુસાર રમે છે એટલે જ તેઓ સફળ થાય છે.’

તેણે વધુમાં કહ્યું કે ‘પાકિસ્તાન છેલ્લાં ૩૦ વર્ષથી ક્રિકેટમાં પ્રેશર હેઠળ છે. એથી કદાચ ભારત એનો લાભ લેવાનો પ્રયાસ કરશે. ભારતની એકમાત્ર ખામી એ છે કે તેઓ વર્તમાનમાં વધુ T20 ઇન્ટરનૅશનલ મૅચ રમ્યા નથી. તેઓ પ્રૅક્ટિસ-મૅચ રમી રહ્યા હશે અથવા પ્રૅક્ટિસ કરી રહ્યા હશે.’

લતીફ માને છે કે ભારતની ધીરજ જાળવવાની ક્ષમતા, હાર્દિક પંડ્યાની ફિનિશિંગ કુશળતા, સૂર્યકુમાર યાદવ, અભિષેક શર્મા અને સંજુ સૅમસન દ્વારા મળતું બૅટિંગ-સંતુલન અને જસપ્રીત બુમરાહની અજોડ ચોકસાઈ ભારતને આ ક્ષણે વધુ કમ્પ્લીટ ટીમ બનાવે છે.

indian cricket team t20 asia cup 2025 asia cup cricket news sports news