FIFA વર્લ્ડ કપ મૅચ જોવા પહોંચ્યા વિરાટ કોહલી અને શુભમન ગિલ? જુઓ આ વાયરલ પોસ્ટ

10 July, 2026 08:03 PM IST  |  London | Gujarati Mid-day Online Correspondent

થોડા દિવસો પહેલા, સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થયો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલી પોર્ટુગલ મૅચ જોવા ગયા હતા અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને સપોર્ટ કરી રહ્યા હતા. જોકે, હકીકત તપાસમાં બહાર આવ્યું કે તસવીર ખોટી છે.

વિરાટ કોહલી અને શુભમન ગિલની તસવીર વાયરલ

FIFA વર્લ્ડ કપ 2026 ના પહેલા ક્વાર્ટર ફાઇનલ પછી, ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી અને શુભમન ગિલનો એક ફોટો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. એવો દાવો કરવામાં આવ્યો હતો કે બન્ને ખેલાડીઓ ફ્રાન્સ અને મોરોક્કો વચ્ચેની મૅચ જોવા માટે સ્ટેડિયમમાં પહોંચ્યા હતા હતી અને ફ્રૅન્ચ સ્ટાર ફૂટબૉલર કાયલિયન મ્બાપ્પેને સપોર્ટ પણ કર્યો હતો. જોકે, આ દાવા પર કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી જેથી તેમ જ આ ફોટો ખોટો હોવાનું જાણવા મળ્યું છે.

દાવો શું હતો?

ફ્રાન્સ અને મોરોક્કો વચ્ચે FIFA વર્લ્ડ કપ 2026 ની પહેલી ક્વાર્ટર ફાઇનલ 10 જુલાઈ (ભારતીય સમય) ના રોજ રમાઈ હતી. ફ્રાન્સે મૅચ 2-0 થી જીતીને સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. મૅચ પછી વાયરલ થયેલા ફોટામાં, વિરાટ કોહલી અને શુભમન ગિલ સ્ટૅન્ડમાં બેઠા બેસ્યા હોવાનું જોવા મળ્યું હતું. બન્નેએ સનગ્લાસ પહેર્યા છે. પ્રથમ નજરમાં, આ તસવીર મૅચના ટેલિકાસ્ટનો સ્ક્રીનશૉટ હોય તેવું લાગે છે. તસવીરના એક ખૂણામાં મૅચનો સ્કોર દેખાય છે, જે સૂચવે છે કે તે 41 મિનિટથી વધુ સમય રમત પૂર્ણ થયા પછી કૅપ્ચર કરવામાં આવ્યો હતો. ફોટા સાથેના કૅપ્શનમાં લખ્યું હતું કે, "વિરાટ કોહલી અને શુભમન ગિલ ફ્રાન્સ વિરુદ્ધ મોરોક્કો મૅચ જોઈ રહ્યા છે અને કાયલિયન એમબાપ્પે માટે ઉત્સાહ વ્યક્ત કરી રહ્યા છે."

ફોટા પાછળનું સત્ય શું છે?

તસવીરની તપાસમાં દાવાને સમર્થન આપવા માટે કોઈ નક્કર પુરાવા મળ્યા નથી. વિરાટ કોહલી કે શુભમન ગિલે કોઈ પણ એવી માહિતી શૅર કરી નથી કે તેઓ આ ફિફા વર્લ્ડ કપ 2026 મૅચ માટે સ્ટેડિયમમાં હાજર રહ્યા હતા. ઉપલબ્ધ માહિતીના આધારે, તસવીર એડિટ કરેલી અને ખોટી હોવાનું જાણવા મળ્યું. તેથી, સોશિયલ મીડિયા પર કરવામાં આવેલા ‘બન્ને ભારતીય ક્રિકેટરોએ ફ્રાન્સ વિરુદ્ધ મોરોક્કો મૅચમાં હાજરી આપી હતી અને કાયલિયન એમબાપ્પે માટે ચીયર કર્યું હતું તેવો દાવો ખોટો છે.

ભૂતકાળમાં પણ આવી જ નકલી તસવીરો વાયરલ થઈ હતી

થોડા દિવસો પહેલા, સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થયો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલી પોર્ટુગલ મૅચ જોવા ગયા હતા અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને સપોર્ટ કરી રહ્યા હતા. જોકે, હકીકત તપાસમાં બહાર આવ્યું કે તસવીર નકલી હતી.

ફ્રાન્સે સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું

ફ્રાન્સે ક્વાર્ટર ફાઇનલમાં મોરોક્કોને 2-0 થી હરાવીને ફિફા વર્લ્ડ કપ 2026 ના સેમિફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બનવાનું ગૌરવ મેળવ્યું. ટીમ હવે 15 જુલાઈ (ભારતીય સમય) ના રોજ તેનો સેમિફાઇનલ મૅચ રમવા માટે તૈયાર છે. બીજા સેમિફાઇનલ ખેલાડીનો હજી નિર્ણય લેવાયો નથી; પરિણામે, હવે બધાની નજર સેમિફાઇનલમાં ફ્રાન્સ કઈ ટીમનો સામનો કરશે તેના પર છે.

virat kohli shubman gill fifa world cup viral post social media cricket news france morocco