04 April, 2026 04:29 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાયરલ વીડિયોનો સ્ક્રીન ગરૅબ (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)
દિલ્હીમાં મૅચ રમવા પહોંચેલા મુંબઈ ઇન્ડિયન્સના રોહિત શર્મા અને શાર્દૂલ ઠાકુરે ફૅન્સની ભારે ભીડનો સામનો કરવો પડ્યો હતો. મુંબઈના બન્ને પ્લેયર્સ દિલ્હીમાં પોતાના મિત્રો સાથે ડિનર કરવા એક નાનકડી રેસ્ટોરાંમાં પહોંચ્યા હતા. બહાર નીકળતી વખતે ભારતીય પ્લેયર્સ સાથે સેલ્ફી લેવા માટે ફૅન્સ વચ્ચે પડાપડી જોવા મળી હતી.
બ્લુ ટોપીમાં રોહિત શર્મા અને વાઇટ ટોપીમાં શાર્દૂલ ઠાકુર જોવા મળ્યા હતા. તેઓ માંડ-માંડ ૧૦૦ જેટલા ફૅન્સની ભીડમાંથી પોતાની ગાડી સુધી પહોંચી શક્યા હતા. બન્નેના નજીકના મિત્રો અને સુરક્ષા-કર્મચારીઓએ પરિસ્થિતિને સંભાળી હતી.