રોહિત શર્માની કાર્બન-કૉપી છે દીકરો અહાન

21 June, 2025 02:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતીય વન-ડે કૅપ્ટન રોહિત શર્મા ગઈ કાલે મુંબઈ ઍરપોર્ટ પર પત્ની રિતિકા સજદેહ, દીકરી સમાયરા અને દીકરા અહાન સાથે જોવા મળ્યો હતો. અહેવાલ અનુસાર ૩૮ વર્ષનો આ ક્રિકેટર ફૅમિલી સાથે વેકેશન એન્જૉય કરવા જઈ રહી રહ્યો છે.

રોહિત શર્મા મુંબઈ ઍરપોર્ટ પર પત્ની રિતિકા સજદેહ, દીકરી સમાયરા અને દીકરા અહાન સાથે

ભારતીય વન-ડે કૅપ્ટન રોહિત શર્મા ગઈ કાલે મુંબઈ ઍરપોર્ટ પર પત્ની રિતિકા સજદેહ, દીકરી સમાયરા અને દીકરા અહાન સાથે જોવા મળ્યો હતો. અહેવાલ અનુસાર ૩૮ વર્ષનો આ ક્રિકેટર ફૅમિલી સાથે વેકેશન એન્જૉય કરવા જઈ રહી રહ્યો છે. આ દરમ્યાન તેનો દીકરો અહાન ભારે ચર્ચામાં રહ્યો છે.

નવેમ્બર ૨૦૨૪માં જન્મેલા ગોળમટોળ અહાનના વધુ નજીક અને સ્પષ્ટ ફોટો-વિડિયો જોઈને સોશ્યલ મીડિયા પર ફૅન્સ તેને રોહિત શર્માની કાર્બન-કૉપી ગણાવી રહ્યા છે. રોહિત શર્મા હવે ઑગસ્ટ ૨૦૨૫માં બંગલાદેશ સામે ત્રણ મૅચની વન-ડે સિરીઝ રમતો જોવા મળશે. 

rohit sharma mumbai domestic airport mumbai airport chhatrapati shivaji international airport mumbai news social media viral videos cricket news sports news