04 April, 2026 05:26 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફિન ઍલન
ફિન ઍલને સનરાઇઝર્સ હૈદરાબાદ સામે કલકત્તાના ઓપનર તરીકે પેસ બોલર ડેવિડ પેઇન સામે ૨૪ રન કર્યા હતા. ઇનિંગ્સના પહેલા બૉલ પર અજિંક્ય રહાણેએ એક રન લઈને ફિન ઍલનને સ્ટ્રાઇક આપી હતી. તે ૩ બાઉન્ડરી અને બે સિક્સર ફટકારીને IPL ઇનિંગ્સની પહેલી ઓવરમાં ફાસ્ટેસ્ટ રન ફટકારનાર વિદેશી બૅટર બન્યો હતો.
આ મૅચમાં તે બીજી ઓવર દરમ્યાન હર્ષ દુબેનો શિકાર બન્યો એ પહેલાં તેણે ૪૦૦ના સ્ટ્રાઇક-રેટથી ૪ બાઉન્ડરી અને બે સિક્સરની મદદથી ૭ બૉલમાં ૨૮ રન કર્યા હતા. અગાઉ સુનીલ નારાયણે ૨૦૧૮માં રાજસ્થાન સામે પહેલી ઓવરમાં ૨૧ રન કર્યા હતા. ઓવરઑલ યશસ્વી જાયસવાલે કલકત્તા સામે ૨૦૨૩માં પહેલી ઓવરમાં હાઇએસ્ટ ૨૬ રન કર્યા હતા. પૃથ્વી શૉએ પણ ૨૦૨૧માં કલકત્તા સામે ૨૪ રન કર્યા હતા.