૩૯મી વર્ષગાંઠના એક દિવસ પહેલાં ભારતમાં અફઘાની ક્રિકેટર શાપૂર ઝદરાનનું અવસાન

08 July, 2026 11:20 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

અફઘાની HLHના અદ્યતન સ્વરૂપથી પીડાઈ રહ્યો હતો

અફઘાની ક્રિકેટર શાપૂર ઝદરાન

અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શાપૂર ઝદરાનનું ગઈ કાલે લાંબી માંદગી બાદ દિલ્હીમાં અવસાન થયું છે. ૩૯મી વર્ષગાંઠના એક દિવસ પહેલાં ગઈ કાલે છેલ્લા શ્વાસ લેનાર આ અફઘાની હિમોફેગોસાયટિક લિમ્ફોહિસ્ટિઓસાયટોસિસ (HLH)ના અદ્યતન સ્વરૂપથી પીડાઈ રહ્યો હતો. આ એક રૅર, જીવલેણ રોગ છે જેમાં રોગપ્રતિકારક શક્તિ નિષ્ફળ થવા માંડે છે.

૨૦૦૯થી ૨૦૨૦ દરમ્યાન અફઘાનિસ્તાન માટે ૪૪ વન-ડે અને ૩૬ T20 રમનાર આ ખેલાડીને જાન્યુઆરી ૨૦૨૬માં પહેલી વખત હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવો પડ્યો હતો. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે તેના નિધનના દુઃખદ સમાચાર શૅર કર્યા હતા. ૨૦૧૫માં સ્કૉટલૅન્ડ સામે અફઘાનિસ્તાનની ઐતિહાસિક પહેલી વન-ડે વર્લ્ડ કપ જીત દરમ્યાન પણ તેણે વિજયી રન ફટકાર્યા હતા.

afghanistan cricket news sports sports news celebrity death new delhi