ઑસ્ટ્રેલિયન ઑલરાઉન્ડર મૉયઝસ હેન્રીક્સ હવે પોતાના વતન પોર્ટુગલ માટે ક્રિકેટ રમશે

01 July, 2026 03:52 PM IST  |  Lisbon | Gujarati Mid-day Correspondent

પોર્ટુગલ ICC યુરોપ સબ-રીજનલ ક્વૉલિફાયરમાં ભાગ લેનારી ૧૦ ટીમોમાંની એક છે

મૉયઝસ હેન્રીક્સ

૩૯ વર્ષના ઑસ્ટ્રેલિયન ઑલરાઉન્ડર મૉયઝસ હેન્રીક્સે પોતાની ક્રિકેટ કરીઅર માટે મોટો નિર્ણય લીધો છે. ઑસ્ટ્રેલિયા માટે ૪૪ મૅચ રમનાર આ પેસ બોલિંગ ઑલરાઉન્ડર પોતાના જન્મસ્થળ પોર્ટુગલ માટે ક્રિકેટ રમશે.

મૉયઝસ હેન્રીક્સે માર્ચ ૨૦૨૫માં ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી અને ઑગસ્ટ ૨૦૨૧માં બંગલાદેશ સામેની છેલ્લી T20 પછી ઑસ્ટ્રેલિયા માટે તે રમ્યો નથી. તેણે હવે આગામી યુરોપ સબ-રીજનલ ક્વૉલિફાયરમાં પોર્ટુગલ માટે રમવાનું નક્કી કર્યું છે. પોર્ટુગલ ICC યુરોપ સબ-રીજનલ ક્વૉલિફાયરમાં ભાગ લેનારી ૧૦ ટીમોમાંની એક છે.

મૉયઝસ હેન્રીક્સે ઑક્ટોબર ૨૦૦૯માં ચેન્નઈમાં ભારત સામે ટેસ્ટ-ડેબ્યુ કરીને ઑસ્ટ્રેલિયા માટે ક્રિકેટ કરીઅરની શરૂઆત કરી હતી. તે ૪ ટેસ્ટ-મૅચ, ૧૬ વન-ડે અને ૨૪ T20માં કાંગારૂ ટીમનો ભાગ રહ્યો છે. પાંચ IPL ટીમો માટે રમનાર આ ખેલાડી ૨૦૧૬માં સનરાઇઝર્સ હૈદરાબાદ સાથે ચૅમ્પિયન બન્યો હતો. તે આવાં ૧૧ T20 ટાઇટલ જીતી ચૂક્યો છે. 

australia portugal cricket news sports sports news