ઑસ્ટ્રેલિયન દિગ્ગજ માઇકલ સ્લેટર પર લાગૂ ઘરેલુ હિંસાના આરોપ, કરવામાં આવી ધરપકડ

21 October, 2021 05:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ઑસ્ટ્રેલિયાના પૂર્વ ઓપનર માઇકલ સ્લેટરની પોલીસે સિડનીથી ધરપકડ કરી છે. 51 વર્ષીય સ્લેટરને ગયા અઠવાડિયે ક્રિકેટ કૉમેન્ટેટરના પદપરથી પણ રજા આપી દેવામાં આવી હતી.

તસવીર સૌજન્ય મિડ-ડે

ઑસ્ટ્રેલિયાના પૂર્વ બેટ્સમેન માઇકલ સ્લેટર (Michael Slater Arrested)ને ઘરગથ્થૂ હિંસાના આરોપમાં બુધવારે સિડનીમાં ધરપકડ કરવામાં આવી છે. સ્થાનિક મીડિયા રિપૉર્ટ્સ પ્રમાણે ગયા અઠવાડિયે એક કથિત ઘટના મામલે સ્લેટરની ધરપકડ પણ કરવામાં આવી.

ન્યૂ સાઉથ વેલ્સ પોલીસે પુષ્ઠિ કરી છે કે તેણે 51 વર્ષીય એક વ્યક્તિને સિડનીના ઉત્તરી સમુદ્રી તટ પરથી અટકમાં લીધા છે. પોલીસે નિવેદન જાહેર કરી કહ્યું, "મંગળવારે 12 ઑક્ટોબર 2021ના કહેવાતી રીતે થયેલી એક ઘરેલુ હિંસાની ઘટનાનો રિપૉર્ટ મળ્યા બાદ પૂર્વી ઉપનગર પોલીસ ક્ષેત્ર કમાન સાથે જોડાયેલા અધિકારીઓએ ગઈ કાલે તપાસ શરૂ કરી."

સ્લેટર ઑસ્ટ્રેલિયા તરફથી ટેસ્ટમાં ટૉપ ઑર્ડરના બેટ્સમેન રહ્યા. 2004માં ક્રિકેટને અલવિદા કહેનારા સ્લેટરે ટેસ્ટમાં 5312 રન્સ કર્યા છે. પોલીસ પ્રમાણે, "તપાસ બાદ ડિટેક્ટિવ લગભગ સવારે 9 કલાકને 20 મિનિટે મૈનલીમાં એક ઘરમાં ગયો અને સ્લેટર સાથે વાત કરી. ત્યાર બાદ તેની ધરપકડ કરી તેને મૈનલી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો."

આ પહેલા ઑસ્ટ્રેલિયન ઓપનરે ઑસ્ટ્રેલિયા તરફથી 1993થી 2001 સુધી 74 ટેસ્ટ અને 42 વનડે ઇન્ટરનેશનલ મેચ રમ્યો. તે છેલ્લા 15 વર્ષથી કોમેન્ટ્રી પેનલનો ભાગ રહ્યો છે. ગયા મહિને સેવન નેટવર્ક ક્રિકેટે તેને કૉમેન્ટ્રીની ટીમમાંથી હટાવી દીધો હતો. આ ઑસ્ટ્રેલિયન બ્રૉકાસ્ટર સાથે સ્લેટર ત્રણ વર્ષ સુધી રહ્યો.

ઑસ્ટ્રેલિયન પીએમ સ્કૉટ મૉરિસને કોવિડ-19થી પ્રભાવિત ભારતથી પોતાના દેશવાસીઓને સ્વદેશ પાછા જવાની પરવાનગી પર બૅન મૂકી દીધો હતો. જેના પછી માઇકલ સ્લેટરે આની આકરી ટીકા કરતા આને અપમાનજનક જણાવ્યું હતું.

સ્લેટર આ વર્ષે ભારતમાં આયોજિત ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2021)ના પહેલા લેગમાં કૉમેન્ટેટરની ભૂમિકા ભજવી રહ્યો હતો. ઑસ્ટ્રેલિયાએ ભારતમાં કોવિડ-19ના પ્રકોપને કારણે અહીંથી વ્યાવસાયિક ફ્લાઇટ પર પ્રતિંબંધ મૂક્યો હતો જેથી આઇપીએલમાં ભાગ લેતા બધા ખેલાડીઓ, સહયોગી સ્ટાફ અને કોમેન્ટેટર્સની મુશ્કેલી વધી ગઈ હતી.

cricket news sports news sports australia