25 August, 2025 10:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સૌરવ ગાંગુલી
ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન સૌરવ ગાંગુલીને ૨૦૨૬ની સીઝન પહેલાં સાઉથ આફ્રિકા SA20 ટીમ પ્રિટોરિયા કૅપિટલ્સના હેડ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. હેડ કોચ તરીકે આ તેનો પહેલો કાર્યકાળ બનશે. BCCIના ભૂતપૂર્વ પ્રમુખ ગાંગુલીને ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ બૅટ્સમૅન જોનાથન ટ્રૉટના રાજીનામા બાદ આ પદની જવાબદારી મળી છે.
પ્રિટોરિયા કૅપિટલ્સ ટુર્નામેન્ટની પહેલી સીઝનની રનર-અપ ટીમ છે, પરંતુ છેલ્લી બન્ને સીઝનમાં એ છ ટીમ વચ્ચે પાંચમા સ્થાને રહી છે. પ્રિટોરિયા કૅપિટલ્સની માલિકી JSW સ્પોર્ટ્સની છે જે દિલ્હી કૅપિટલ્સની સહ-માલિક છે. ગાંગુલી વર્ષ ૨૦૧૮ અને ૨૦૧૯ની વચ્ચે IPL ટીમ દિલ્હી કૅપિટલ્સનો ટીમ-ડિરેક્ટર હતો. BCCI પ્રમુખ બન્યા પછી તેણે આ પદ છોડ્યું હતું.