21 March, 2026 06:21 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
લક્ષ્મણ શિવરામક્રિષ્ન
ભારતના ભૂતપૂર્વ લેગ-સ્પિનર લક્ષ્મણ શિવરામક્રિષ્નને ક્રિકેટ બોર્ડ માટે કૉમેન્ટરી કરવામાંથી રિટાયરમેન્ટ જાહેર કર્યું છે. તામિલનાડુના આ ૬૦ વર્ષના કૉમેન્ટેટરે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર લાંબા સમયથી કૉમેન્ટરીની ભૂમિકાઓ માટે અવગણવામાં આવતાં નારાજગી વ્યક્ત કરી હતી.
લક્ષ્મણ શિવરામક્રિષ્નને લખ્યું હતું કે ‘જો ૨૩ વર્ષથી ટૉસ અને પ્રેઝન્ટેશન માટે મને ઉપયોગમાં લેવામાં આવ્યો નથી અને રવિ શાસ્ત્રી કોચ હતો ત્યારે પણ નવા લોકો પિચ-રિપોર્ટ, ટૉસ અને પ્રેઝન્ટેશનમાં આવતા હોય તો અહીં રહેવાનો મતલબ નથી. તમને શું લાગે છે કે એનું કારણ શું હોઈ શકે?’
લક્ષ્મણ શિવરામક્રિષ્નને વધુમાં કહ્યું હતું કે ‘હું ખુશામત કરવા માટે મારા આત્મસન્માનનું બલિદાન આપી શકતો નથી. એ મારો સ્વભાવ નથી. આ નિવૃત્તિ એક વાર્તાની શરૂઆત છે. જ્યારે સામાન્ય લોકો, ક્રિકેટચાહકો અને દરેકને સાચી વાત કહેવામાં આવશે ત્યારે તેઓ ખૂબ જ આઘાત પામશે.’