31 May, 2026 08:37 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
લલિત મોદી
IPLના ભૂતપૂર્વ ચૅરમૅન લલિત મોદીએ ટુર્નામેન્ટમાં ખેલાડીઓ માટે અનામી ફરિયાદ બૉક્સની સિસ્ટમ શરૂ કરવાનું સૂચન કર્યું છે. રિષભ પંતે લખનઉ સુપર જાયન્ટ્સની કૅપ્ટન્સી છોડી એ પછી લલિત મોદી કહે છે કે ‘સંજીવ ગોયનકા જેવા માલિકોની નીતિ જોતાં આવા યુવા ખેલાડીઓ એક પણ વધારાનો દિવસ ટકી શકે એમ નથી. તેણે રિષભ પંત માટે એવી પરિસ્થિતિ બનાવી દીધી કે તે કૅપ્ટન્સી છોડવા મજબૂર થયો.’ લલિત મોદી વધુમાં કહે છે કે ‘માલિકોએ ખેલાડીઓ સાથે કેવું વર્તન કરવું જોઈએ એના પર ચર્ચા થવી જોઈએ. હું ઇચ્છું છું કે બધા ચાહકો, ક્રિકેટ પત્રકારો અને ખેલાડીઓ આ મુદ્દા પર ખુલ્લેઆમ ચર્ચા કરે. ટીમમાં ગૌરવ અને શિસ્ત સુનિશ્ચિત કરવા અને ઝેરી વાતાવરણથી બચવા એક અનામી ફરિયાદ બૉક્સની સિસ્ટમ શરૂ કરો જ્યાં કોઈ પણ ખેલાડી પોતાનું નામ જાહેર કર્યા વગર ફરિયાદ કરી શકે. ખેલાડીઓના માનસિક સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવા માટે આવા કડક પગલાં લેવા અત્યંત આવશ્યક છે.’