સુલક્ષણ કુલકર્ણી ઓમાનનો હેડ કોચ બન્યો

06 March, 2026 09:44 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દુલીપ મેન્ડિસે ૧૪ વર્ષ સુધી આ પદ સંભાળ્યું હતું

એશિયા કપ 2025 દરમ્યાન સુલક્ષણ કુલકર્ણી ભારતીય કૅપ્ટન સૂર્યકુમાર યાદવ સાથે

મુંબઈના ભૂતપૂર્વ વિકેટકીપર-બૅટ્સમૅન સુલક્ષણ કુલકર્ણીએ ઓમાનના મુખ્ય કોચ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. તે શ્રીલંકાના ભૂતપૂર્વ ક્રિકેટર દુલીપ મેન્ડિસનું સ્થાન લેશે જેણે ૧૪ વર્ષ સુધી આ પદ સંભાળ્યું હતું. વર્તમાન T20 વર્લ્ડ કપ તેનો છેલ્લો કાર્યભાર હતો જેમાં ઓમાન તળિયાની ટીમ બની રહી હતી. દુલીપ મેન્ડિસ હવે ઓમાન ક્રિકેટનો ચીફ ડેવલપમેન્ટ ઑફિસર બન્યો છે.

કર્ણાટકમાં જન્મેલો ૫૯ વર્ષનો સુલક્ષણ કુલકર્ણી ભારતીય સ્થાનિક સર્કિટમાં કોચિંગનો બહોળો અનુભવ ધરાવે છે. જુલાઈ ૨૦૨૪માં તેણે ઓમાનના ડેપ્યુટી કોચ તરીકે જવાબદારી સંભાળી હતી. તેણે તામિલનાડુ, છત્તીસગઢ, વિદર્ભ અને મુંબઈને કોચિંગ આપ્યું છે. તે ૧૯૮૫-’૮૬થી ૨૦૦૧-’૦૨ સુધી ૬૫ ફર્સ્ટ-ક્લાસ મૅચ અને ૧૩ લિસ્ટ-A મૅચ રમ્યો હતો. તેણે ૬ સદીની મદદથી ૩૩૩૨ ફર્સ્ટ-ક્લાસ રન બનાવ્યા હતા. લિસ્ટ-Aમાં તેણે ૧૩૦ રન કર્યા હતા. 

oman cricket news sports sports news