✕

ગુરનૂર બરાડના પપ્પા તેને પોતાની જેમ બાસ્કેટબૉલ પ્લેયર બનાવવા ઇચ્છતા હતા

09 November, 2026 02:38 PM IST  |  New Delhif | Gujarati Mid-day Correspondent

ત્રણ વર્ષોથી IPL સેટઅપમાં સામેલ હોવા છતાં ત્યાં તે હજી પોતાની ડેબ્યુ વિકેટ લઈ શક્યો નથી.

ગુરનૂર બરાડનો પપ્પા સુખવીર સિંહ બરાડ સાથેનો ફાઇલ ફોટો.

પંજાબના ૨૬ વર્ષના ગુરનૂર બરાડે ભારત માટે પહેલી ૧૧ વન-ડે મૅચમાં ૨૧ વિકેટ લઈને સૌનું ધ્યાન ખેંચ્યું છે. પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ જેવી ટીમમાં સામેલ હોવા છતાં ૨૦૨૩માં ગુરનૂર બરાડને પંજાબ માટે એકમાત્ર IPL મૅચ રમવા મળી હતી. ત્રણ વર્ષોથી IPL સેટઅપમાં સામેલ હોવા છતાં ત્યાં તે હજી પોતાની ડેબ્યુ વિકેટ લઈ શક્યો નથી.

ગુરનૂર બરાડે શનિવારે ન્યુ ઝીલૅન્ડ સામે લિસ્ટ A ક્રિકેટનું પોતાનું ૪-૩૦નું બેસ્ટ પ્રદર્શન નોંધાવ્યું હતું. તેણે લિસ્ટ A ફૉર્મેટની ૨૦ મૅચમાં ૩૩ વિકેટ લીધી હતી. તેણે ૨૨ ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ મૅચમાં ૭૧ વિકેટ અને ૯ T20 મૅચમાં ૧૦ વિકેટ લીધી છે.

પંજાબનો ૨૭ વર્ષનો શુભમન ગિલ પોતાના અન્ડર-19 ક્રિકેટના સમયથી ગુરનૂર બરાડને જાણે છે. તેણે ફક્ત એક પ્રૅક્ટિસ-સેશનમાં ૬ ફુટ પાંચ ઇંચના ફાસ્ટ બોલર ગુરનૂર બરાડની પ્રતિભા જોઈને મોહાલીની અન્ડર-23 ટીમમાં એન્ટ્રી અપાવી હતી. ગુરનૂર બરાડ સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર ડેલ સ્ટેનનો
મોટો ફૅન છે.

ગુરનૂર બરાડના પપ્પા સુખવીર સિંહ બરાડ નૅશનલ લેવલના બાસ્કેટબૉલ પ્લેયર અને પોલીસ-ઑફિસર રહી ચૂક્યા છે. શરૂઆતમાં ગુરનૂર બરાડની ઊંચાઈને કારણે પપ્પાએ તેને બાસ્કેટબૉલ તરફ વાળ્યો હતો. ગુરનૂરના મિત્રોએ તેને ક્રિકેટમાં આગળ વધવાની સલાહ આપી હતી. ૧૩ વર્ષની ઉંમરે બાસ્કેટબૉલ કોર્ટ પર ૧૫-૨૦ દિવસ વિતાવ્યા પછી તેણે પપ્પાને ક્રિકેટમાં આગળ વધવાની ઇચ્છા કહી દીધી હતી.

indian cricket team team india sports sports news basketball cricket news