ભારત અને ઑસ્ટ્રેલિયાની નાગરિકતાની ઑફર ઠુકરાવી દઈને અફઘાનિસ્તાન પ્રત્યે વફાદાર રહ્યો હતો રાશિદ ખાન

21 April, 2026 02:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ બુકમાં અફઘાનિસ્તાનના નરસંહારથી ક્રિકેટની દુનિયામાં વૈશ્વિક સ્ટાર બનવા સુધીની તેની સફરનું વર્ણન છે.

પ્રૅક્ટિસ દરમ્યાન રોબો-ડૉગ ચંપક સાથે મશ્કરી કરતો રાશિદ ખાન.

‘રાશિદ ખાન : ફ્રૉમ સ્ટ્રીટ્સ ટુ સ્ટારડમ’ નામની એક નવી બુક હાલમાં ચર્ચામાં છે, કારણ કે એમાં રાશિદ ખાનની અફઘાનિસ્તાન પ્રત્યેની વફાદારીનો કિસ્સો લખવામાં આવ્યો છે. આ બુકમાં અફઘાનિસ્તાનના નરસંહારથી ક્રિકેટની દુનિયામાં વૈશ્વિક સ્ટાર બનવા સુધીની તેની સફરનું વર્ણન છે.

રાશિદ ખાને આ બુકના માધ્યમથી ખુલાસો કર્યો હતો કે ‘મને ઑસ્ટ્રેલિયા અને ભારત બન્ને તરફથી નાગરિકતાની ઑફર મળી હતી, પરંતુ મેં તેમને કહ્યું હતું કે જો હું મારા પોતાના દેશ માટે નહીં રમું તો હું બીજા કોઈ દેશ માટે પણ નહીં રમું. મેં અન્યત્ર ક્રિકેટ રમવાની આકર્ષક તક મેળવવા છતાં અફઘાનિસ્તાનથી પીઠ ન ફેરવવાનું પસંદ કર્યું હતું.’

તેણે ખુલાસો કર્યો હતો કે ‘IPL 2023માં ગુજરાત ટાઇટન્સના અધિકારીઓના કહેવા પર હું ભારતીય ક્રિકેટ બોર્ડના એક વરિષ્ઠ અધિકારીને મળ્યો હતો. તેમણે મને મારા દેશની ખરાબ પરિસ્થિતિનો ઉલ્લેખ કરીને નાગરિકતા ઑફર કરી હતી.’

rashid khan IPL 2026 australia india afghanistan cricket news sports news sports