તો ગૌતમ ગંભીર નહીં રહે ભારતીય ક્રિકેટ ટીમનો હેડ કોચ? BCCI જલદી લઈ શકે છે આ મોટો નિર્ણય

09 November, 2024 08:04 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

Gautam Gambhir can be removed as Team India’s Head Coach: ટૅસ્ટ ક્રિકેટમાં VVS લક્ષ્મણ જેવા અનુભવી ખેલાડીને મુખ્ય કોચ બનાવી શકાય છે, જ્યારે ગૌતમ ગંભીર સફેદ બૉલની ટીમના મુખ્ય કોચ બની શકે છે.

ગૌતમ ગંભીર (ફાઇલ તસવીર)

રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ક્રિકેટ ટીમને તાજેતરમાં ન્યુઝીલૅન્ડ (Gautam Gambhir can be removed as Team India’s Head Coach) સામેની ટૅસ્ટ સિરીઝમાં 0-3થી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમે 24 વર્ષ બાદ ઘરઆંગણે ટૅસ્ટ સિરીઝમાં સ્વિપ કર્યું હતું. આ પહેલા વર્ષ 2000માં તેને દક્ષિણ આફ્રિકાના હાથે બે મૅચની સિરીઝમાં 0-2થી હારનો સામનો કરવો પડ્યો હતો. હવે ભારતીય ટીમ ઑસ્ટ્રેલિયાના પ્રવાસે જવાની છે, જ્યાં તે 22 નવેમ્બરથી યજમાન ટીમ સામે પાંચ મૅચની ટૅસ્ટ સિરીઝ રમશે. વર્લ્ડ ટૅસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઈનલ માટે ક્વોલિફિકેશનની દ્રષ્ટિએ પણ આ ટૅસ્ટ સિરીઝ ભારતીય ટીમ માટે ખૂબ જ મહત્ત્વની હશે. જો ભારતીય ટીમ ઑસ્ટ્રેલિયા સામેની ટૅસ્ટ સિરીઝ 4-0થી જીતી લે છે તો તે ચોક્કસપણે ફાઈનલમાં પહોંચી જશે. જોકે, આ કરવું સરળ રહેશે નહીં. ઑસ્ટ્રેલિયાને હરાવવા માટે ભારતે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે.

ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરનો પણ ઑસ્ટ્રેલિયા (Gautam Gambhir can be removed as Team India’s Head Coach) પ્રવાસ પર લિટમસ ટૅસ્ટ થશે. જોકે, ન્યુઝીલૅન્ડ સામેની કારમી હાર બાદ ગૌતમ ગંભીર પર સવાલો ઉઠી રહ્યા છે. ગંભીરે લગભગ ચાર મહિના પહેલા મુખ્ય કોચનું પદ સંભાળ્યું હતું, પરંતુ તેમના કોચિંગ હેઠળ ભારતીય ટીમ શ્રીલંકાના પ્રથમ પ્રવાસમાં વનડે સિરીઝ હારી ગઈ હતી. ત્યારબાદ ન્યુઝીલૅન્ડ સામે શરમજનક હાર થઈ હતી. હવે ગૌતમ ગંભીરને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે.

જો ઑસ્ટ્રેલિયામાં ભારતીય ટીમનું પ્રદર્શન (Gautam Gambhir can be removed as Team India’s Head Coach) ખરાબ રહેશે તો ગંભીરને ટૅસ્ટ ક્રિકેટમાં મુખ્ય કોચના પદ પરથી હટાવી શકાય છે. ગંભીર હાલમાં ત્રણેય ફોર્મેટમાં ભારતીય ટીમનો મુખ્ય કોચ છે. એક દૈનિક અખબારના અહેવાલમાં આ દાવો કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) હવે વાઇટ બૉલ (ODI, T20) અને રેડ બૉલ ક્રિકેટ (ટૅસ્ટ મૅચ) માટે અલગ-અલગ કોચની નિમણૂક કરવા પર વિચાર કરી રહ્યું છે. ટૅસ્ટ ક્રિકેટમાં VVS લક્ષ્મણ જેવા અનુભવી ખેલાડીને મુખ્ય કોચ બનાવી શકાય છે, જ્યારે ગૌતમ ગંભીર સફેદ બૉલની ટીમના મુખ્ય કોચ બની શકે છે.

બીજી તરફ ન્યૂઝ એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, ન્યૂઝીલેન્ડ (Gautam Gambhir can be removed as Team India’s Head Coach) સામેની કારમી હાર બાદ બીસીસીઆઈ દ્વારા સમીક્ષા બેઠક યોજાઈ હતી. કેપ્ટન રોહિત શર્માની સાથે મુખ્ય પસંદગીકાર અજીત અગરકર અને મુખ્ય કોચ ગંભીર, BCCI સચિવ જય શાહ અને પ્રમુખ રોજર બિન્ની પણ હાજર હતા. ન્યૂઝીલેન્ડ સિરીઝ દરમિયાન ટીમ મેનેજમેન્ટ દ્વારા લેવામાં આવેલા કેટલાક નિર્ણયો અંગે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. ગંભીરની કોચિંગ સ્ટાઈલ વિશે પણ ચર્ચા થઈ હતી, જે અગાઉના મુખ્ય કોચ રાહુલ દ્રવિડથી ઘણી અલગ છે.

બીસીસીઆઈના સૂત્રએ કહ્યું, `આ છ કલાકની મેરેથોન બેઠક હતી જે આવી હાર બાદ નક્કી કરવામાં આવી હતી. ભારતીય ટીમ ઑસ્ટ્રેલિયાના પ્રવાસે જઈ રહી છે અને BCCI (Gautam Gambhir can be removed as Team India’s Head Coach) એ સુનિશ્ચિત કરવા ઈચ્છે છે કે ટીમ પાટા પર પાછી આવે. તેમજ તે જાણવા માગશે કે ગંભીર-રોહિત-અગરકર આ અંગે શું વિચારી રહ્યા છે. BCCIના અધિકારીઓ એ વાતથી ખુશ ન હતા કે શા માટે ઝડપી બૉલર જસપ્રિત બુમરાહને ત્રીજી ટૅસ્ટ માટે આરામ આપવામાં આવ્યો અને પુણેમાં ટર્નિંગ ટ્રેક પર હાર્યા બાદ ટીમે શા માટે `રેન્ક ટર્નર` પસંદ કર્યો. સૂત્રએ કહ્યું, `બુમરાહની ગેરહાજરી અંગે ચર્ચા થઈ હતી. જોકે આ એક સાવચેતીભર્યું પગલું હતું. ભારત આ પીચો પર સારું પ્રદર્શન ન કરી રહ્યું હોવા છતાં, `રેન્ક ટર્નર`ની પસંદગી એ એક મુદ્દો હતો જેની ચર્ચા થઈ હતી. ઓલરાઉન્ડર નીતિશ રેડ્ડી અને ઝડપી બૉલર હર્ષિત રાણાની સર્વસંમતિથી પસંદગી કરવામાં આવી ન હતી. ભારતીય ટીમ 10 અને 11 નવેમ્બરે બે બેચમાં ઑસ્ટ્રેલિયા જવા રવાના થશે.

gautam gambhir indian cricket team cricket news test cricket australia vvs laxman world test championship sports news sports