28 March, 2025 06:55 AM IST | NewZealand | Gujarati Mid-day Correspondent
ગ્લેન ફિલિપ્સ
પોતાની આક્રમક બૅટિંગ અને અદ્ભુત કૅચિંગ માટે વર્લ્ડ ક્રિકેટમાં ખાસ સ્થાન ધરાવતા ન્યુ ઝીલૅન્ડના ઑલરાઉન્ડર ગ્લેન ફિલિપ્સે એક રસપ્રદ નિવેદન આપ્યું છે. સાઉથ આફ્રિકામાં જન્મેલો ૨૮ વર્ષનો ફિલિપ્સ કહે છે, ‘જો હું ક્રિકેટ ન રમતો હોત અને મારી પાસે દુનિયાના બધા પૈસા હોત તો પ્રામાણિકપણે કહું તો હું કદાચ પાઇલટ બની ગયો હોત. મને હવામાં તરતા રહેવું ગમે છે.’
ફ્લાઇંગ કૅચ પકડવા માટે જાણીતા ગ્લેન ફિલિપ્સે T20 વર્લ્ડ કપ 2022માં સિડનીમાં માર્કસ સ્ટોઇનિસના કૅચને પોતાની કરીઅરનો બેસ્ટ કૅચ ગણાવ્યો હતો. તેણે પોતાની શાનદાર ફીલ્ડિંગ પાછળ કુદરતી પ્રતિભા અને સખત મહેનતને શ્રેય આપ્યું હતું. ચૅમ્પિયન્સ ટ્રોફી 2025માં તેણે મોહમ્મદ રિઝવાન અને વિરાટ કોહલી જેવા પ્લેયર્સના ફ્લાઇંગ કૅચ પકડીને સૌને ચોંકાવ્યા હતા. ગુજરાત ટાઇટન્સે તેને બે કરોડ રૂપિયામાં પોતાની સ્ક્વૉડમાં સામેલ કર્યો છે.