ગૌતમ ગંભીરની છબિ બગાડતી પોસ્ટ-લિન્ક્સ દૂર કરવાનો આદેશ મળ્યો ગૂગલ, મેટા અને ઍમૅઝૉનને

27 March, 2026 02:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દિલ્હી હાઈ કોર્ટે મેટા, ગૂગલ અને ઍમૅઝૉનને ગૌતમ ગંભીર દ્વારા ઉલ્લેખિત લિન્ક્સ અને પોસ્ટ દૂર કરવા માટે આદેશ આપ્યો છે.

ગૌતમ ગંભીર

દિલ્હી હાઈ કોર્ટે ભારતીય ક્રિકેટના હેડ કોચ ગૌતમ ગંભીર સંબંધિત વાંધાજનક અને બનાવટી કન્ટેન્ટ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પરથી દૂર કરવાનો નિર્દેશ આપ્યો છે. ગંભીરે ડીપફેક કન્ટેન્ટ બનાવવા અને વ્યાપારી લાભ માટે તેની છબિ, અવાજ અને અન્ય વ્યક્તિત્વનાં લક્ષણોના દુરુપયોગને રોકવા માટે દાવો દાખલ કર્યો હતો. દિલ્હી હાઈ કોર્ટે મેટા, ગૂગલ અને ઍમૅઝૉનને ગૌતમ ગંભીર દ્વારા ઉલ્લેખિત લિન્ક્સ અને પોસ્ટ દૂર કરવા માટે આદેશ આપ્યો છે.

આ મામલે ગૌતમ ગંભીરે કહ્યું હતું કે ‘મારી ઓળખ, મારું નામ, ચહેરો અને અવાજનો ઉપયોગ કેટલાંક અનામી અકાઉન્ટ્સ દ્વારા ખોટી માહિતી ફેલાવવા અને પૈસા કમાવા માટે કરવામાં આવી રહ્યો છે. આ કોઈ વ્યક્તિગત નુકસાનનો મામલો નથી. એ કાયદો, ગૌરવ અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના આ યુગમાં દરેક જાહેર વ્યક્તિત્વના રક્ષણનો મામલો છે.’

sports news sports cricket news gautam gambhir delhi high court google meta amazon