01 September, 2025 06:58 AM IST | Ontario | Gujarati Mid-day Correspondent
ભીની પિચને સૂકવવા માટે ગ્રાઉન્ડ-સ્ટાફે લગાડી આગ
ICC વર્લ્ડ કપ લીગ-ટૂમાં નામિબિયા અને સ્કૉટલૅન્ડ વચ્ચેની મૅચ દરમ્યાન એક ખૂબ જ વિચિત્ર ઘટના બની. કૅનેડાના ઑન્ટારિયોમાં ગ્રાઉન્ડ-સ્ટાફે ભારે વરસાદ પછી પિચને સૂકવવા માટે આગ લગાડી દીધી હતી. ઘણા પ્રયત્નો છતાં ભીના આઉટફીલ્ડ અને પિચની પરિસ્થિતિઓને કારણે મૅચ આખરે રદ કરવામાં આવી હતી.
આગનો હેતુ ભેજને ઝડપથી બાષ્પીભવન કરવાનો હતો. એ એક એવી ટેક્નિક છે જેનો ઉપયોગ સ્થાનિક ક્રિકેટમાં ક્યારેક-ક્યારેક થાય છે, પરંતુ ઇન્ટરનૅશનલ સ્તરે ભાગ્યે જ જોવા મળે છે. ક્રિકેટ-નિષ્ણાતોએ પિચની સપાટીને સંભવિત નુકસાન, પ્લેયર્સની સલામતી અને ICC નિયમોનો ઉલ્લેખ કરીને આ પગલાની ટીકા કરી છે.