સ્લો ઓવર-રેટ બદલ હૈદરાબાદના કૅપ્ટન પૅટ કમિન્સને ૧૨ લાખનો દંડ

14 May, 2026 02:35 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

માત્ર બૅન્ગલોર, રાજસ્થાન અને લખનઉની ટીમ જ અત્યાર સુધી દરેક મૅચમાં ઓવર-રેટ બરાબર જાળવી શકી છે.

કૅપ્ટન પૅટ કમિન્સ

મંગળવારે અમદાવાદમાં સનરાઇઝર્સ હૈદરાબાદને ગુજરાત ટાઇટન્સ સામે ૮૨ રનથી નામોશીભરી હાર જોવી પડી છે. આ ઉપરાંત હૈદરાબાદને મૅચ બાદ વધુ એક ફટકો પડ્યો હતો અને નિર્ધારિત સમયમાં ૨૦ ઓવર પૂરી ન કરવા બદલ કૅપ્ટન પૅટ કમિન્સને દંડ ફટકારવામાં આવ્યો હતો. આ સીઝનમાં હૈદરાબાદ પહેલી વાર આ મામલે ગુનેગાર ઠર્યું હોવાથી તેમને ૧૨ લાખ રૂપિયાનો દંડ જાહેર કરવામાં આવ્યો હતો. આ સીઝનમાં અત્યાર સુધી હૈદરાબાદ, પંજાબ, દિલ્હી, ગુજરાત, મુંબઈ, ચેન્નઈ અને કલકત્તા એમ ૭ ટીમના કૅપ્ટનો દંડિત થઈ ચૂક્યા છે. માત્ર બૅન્ગલોર, રાજસ્થાન અને લખનઉની ટીમ જ અત્યાર સુધી દરેક મૅચમાં ઓવર-રેટ બરાબર જાળવી શકી છે.

pat cummins IPL 2026 sunrisers hyderabad gujarat titans sports news sports