14 January, 2026 03:49 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
ઇન્ટરનૅશનલ કાઇટ ફેસ્ટિવલમાં જોવા મળ્યો ગુજરાત ટાઇટન્સનો ક્રેઝ
અમદાવાદમાં આયોજિત ઇન્ટરનૅશનલ કાઇટ ફેસ્ટિવલમાં ગુજરાત ટાઇટન્સની પણ પતંગ ચગી હતી. ફેસ્ટિવલનાં મેદાનો પર ફ્રૅન્ચાઇઝી દ્વારા આયોજિત મનોરંજક ઇન્ટરૅક્ટિવ પ્રવૃત્તિઓમાં મોટા પ્રમાણમાં ક્રિકેટ-ફૅન્સે ભાગ લીધો હતો.
ક્રિકેટ-ફૅન્સ કસ્ટમ-ડિઝાઇન કરેલા ગુજરાત ટાઇટન્સના પતંગો ઉડાવતા, ખરીદતા અને લાઇફ-સાઇઝ ઇન્સ્ટૉલેશન પર ફોટો ક્લિક કરતા જોવા મળ્યા હતા. લોકોના ભારે ઉત્સાહને જોઈને ઇન્ટરનૅશનલ કાઇટ ફેસ્ટિવલ ૧૭ જાન્યુઆરી સુધી લંબાવવામાં આવ્યો છે.