15 November, 2026 09:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઇન્ડિયાની ટીમમાં ગુરનૂર બરાડનો સમાવેશ
ન્યુ ઝીલૅન્ડ સામે ૧૯ નવેમ્બરથી શરૂ થનારી બે મૅચની આગામી ટેસ્ટ-સિરીઝ માટે ઇન્ડિયાની ટીમમાં ફાસ્ટ બોલર ગુરનૂર બરાડનો સમાવેશ કરવામાં આવ્યો છે. પાંચ મૅચની વન-ડે સિરીઝની અંતિમ મૅચ પહેલાં તેને વન-ડે સ્ક્વૉડમાંથી રિલીઝ કરીને ટેસ્ટ-ટીમમાં સ્થાન અપાયું છે.
બીજી તરફ સ્પિનર કુલદીપ યાદવને ટેસ્ટ-સ્ક્વૉડમાંથી મુક્ત કરવામાં આવ્યો છે, જેથી તે સ્વદેશ પરત ફરીને હાલમાં ચાલી રહેલી ડોમેસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લઈ શકે. આ દરમ્યાન વિકેટકીપર-બૅટર રિષભ પંત વેલિંગ્ટનમાં ટેસ્ટ-સ્ક્વૉડના સભ્યો સાથે જોડાઈ ગયો છે.
ઇન્ડિયાની અપડેટેડ ટેસ્ટ સ્ક્વૉડ: શુભમન ગિલ (કૅપ્ટન), યશસ્વી જાયસવાલ, કે. એલ. રાહુલ (વાઇસ-કૅપ્ટન), દેવદત્ત પડિક્કલ, રિષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, અંશુલ કંબોજ, જસપ્રીત બુમરાહ, પ્રસિદ્ધ ક્રિષ્ના, આકાશ દીપ, સાઈ સુદર્શન, નીતીશ કુમાર રેડ્ડી, વૉશિંગ્ટન સુંદર, મોહમ્મદ સિરાજ અને ગુરનૂર બરાડ.