✕

મેં ખરેખર ખૂબ એન્જોય કર્યું: પ્લેયર ઑફ ધ મૅચ ગુરનૂર બરાડ

08 November, 2026 08:18 AM IST  |  Wellington | Gujarati Mid-day Correspondent

ગુરનૂરે માત્ર ૩૦ રન આપીને ૪ વિકેટ ઝડપી હતી. ડકવર્થ-લુઇસ-સ્ટર્ન મેથડ (DLS)થી ભારતે મેળવેલા ૪ રનના વિજયમાં તે પ્લેયર ઑફ ધ મૅચ જાહેર થયો હતો. આ અગાઉ પહેલી વન-ડેમાં પણ તેણે ૪૪ રન આપીને ૩ વિકેટ લીધી હતી.

પ્લેયર ઑફ ધ મૅચ ગુરનૂર બરાડ

ન્યુ ઝીલૅન્ડના સીમ-ફ્રેન્ડ્લી વાતાવરણ અને બાઉન્સી પિચોનો પૂરેપૂરો ફાયદો ઉઠાવીને ભારતીય ફાસ્ટ બોલર ગુરનૂર બરાડે શનિવારે બીજી વન-ડે મૅચમાં ૪ વિકેટ ઝડપીને ભારતની રોમાંચક જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

ગુરનૂરે માત્ર ૩૦ રન આપીને ૪ વિકેટ ઝડપી હતી. ડકવર્થ-લુઇસ-સ્ટર્ન મેથડ (DLS)થી ભારતે મેળવેલા ૪ રનના વિજયમાં તે પ્લેયર ઑફ ધ મૅચ જાહેર થયો હતો. આ અગાઉ પહેલી વન-ડેમાં પણ તેણે ૪૪ રન આપીને ૩ વિકેટ લીધી હતી.

બીજી વન-ડે પૂરી થયા બાદ પોસ્ટ-મૅચ પ્રેઝન્ટેશનમાં પોતાના પ્રદર્શન અને પ્લાન વિશે વાત કરતાં ૬ ફુટ પાંચ ઇંચની હાઇટ ધરાવતા આ ફાસ્ટ બોલરે જણાવ્યું હતું કે ‘મેં આ બોલિંગને ખરેખર ખૂબ એન્જૉય કરી છે. ન્યુ ઝીલૅન્ડમાં બોલિંગ કરતી વખતે અહીં મળતો બાઉન્સ અને પેસ મારા માટે ઘણા મદદરૂપ સાબિત થયા હતા.’

gurnoor brar india new zealand team india indian cricket team one day international odi cricket news sports news sports