હાર્દિક પંડ્યા-માહિકા શર્મા બન્યાં સુરતનાં મહેમાન

26 December, 2025 11:56 AM IST  |  Surat | Gujarati Mid-day Correspondent

ઍરપોર્ટ પર બન્ને એકબીજાનો હાથ પકડીને સુરતમાં એન્ટ્રી મારતાં જોવા મળ્યાં હતાં

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

ભારતના સ્ટાર ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને તેની ગર્લફ્રેન્ડ માહિકા શર્મા ગઈ કાલે સુરતમાં જોવા મળ્યાં હતાં. હાર્દિક પંડ્યાના નજીકના પરિવારના સગાઈ-સમારોહમાં આ કપલ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. ઍરપોર્ટ પર બન્ને એકબીજાનો હાથ પકડીને સુરતમાં એન્ટ્રી મારતાં જોવા મળ્યાં હતાં.

વિજય હઝારે ટ્રોફી માટે હાર્દિક પંડ્યા બરોડાની સ્ક્વૉડનો પણ ભાગ છે. બુધવારે બરોડાએ કૃણાલ પંડ્યાના નેતૃત્વમાં આસામ સામે ૨૮૩ રનનો ટાર્ગેટ ચેઝ કરીને પાંચ વિકેટે વિજયી શરૂઆત કરી હતી. પહેલી મૅચમાં હાજર ન રહેલો હાર્દિક પંડ્યા આ ટુર્નામેન્ટની કઈ મૅચોમાં રમશે એની હજી પુષ્ટિ થઈ નથી. બરોડાની ટીમ પોતાની મોટા ભાગની લીગ મૅચ સૌરાષ્ટ્રમાં રમશે.

hardik pandya mahieka sharma relationships surat cricket news sports sports news