16 March, 2026 11:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
ટીમ ઇન્ડિયાના ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ T20 વર્લ્ડ કપ જીતવાની ખુશીમાં પોતાની જાતને એક શાનદાર કારની ભેટ આપી છે. હાલમાં તે પોતાની નવી ફેરારી ૧૨-સિલિન્ડ્રી કારમાં બેસીને ગર્લફ્રેન્ડ માહિકા શર્મા સાથે મુંબઈની તાજ લૅન્ડ્સ એન્ડ હોટેલમાં જતો જોવા મળ્યો હતો.
અહેવાલો અનુસાર આ શાનદાર કારની કિંમત ૮.૫૦ કરોડથી ૯.૧૫ કરોડ રૂપિયા સુધીની છે. આ કારમાં ૧૨ સિલિડર એન્જિન હોવાથી ઇટાલિયન ભાષામાં એની પાછળ ૧૨-સિલિન્ડ્રી નામ રાખવામાં આવ્યું છે.