હૅપી બર્થ-ડે માય પ્રિન્સેસ, આઇ લવ યુ

20 February, 2026 03:09 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ગર્લફ્રેન્ડ માહિકા શર્માની પચીસમી વર્ષગાંઠ પર રોમૅન્ટિક ફોટો શૅર કરીને હાર્દિક પંડ્યાએ લખ્યું...

માહિકા શર્મા અને હાર્દિક પંડ્યા

ભારતના સ્ટાર ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ગઈ કાલે પોતાની ગર્લફ્રેન્ડ માહિકા શર્મા માટે સ્પેશ્યલ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી અને પોસ્ટ શૅર કરી હતી. મૉડલ માહિકા શર્માની ગઈ કાલે પચીસમી વર્ષગાંઠ હતી. ૩૨ વર્ષનો હાર્દિક પંડ્યા ભારતની પાકિસ્તાન સામેની મૅચ દરમ્યાન ટીમ ઇન્ડિયાની કોલંબોની ફ્લાઇટમાં તેને સાથે જ લઈ ગયો હતો. શ્રીલંકાની હોટેલના પૂલમાં બન્નેએ પડાવેલો રોમૅન્ટિક ફોટો હાર્દિકે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શૅર કર્યો હતો.

જાન્યુઆરીમાં ઉતરાણ દરમ્યાન આ કપલ ગુજરાતમાં ફૅમિલીના નજીકના લોકો સાથે જોવા મળ્યું હતું. હાર્દિક પંડ્યાએ એ સમયે પતંગ, આતશબાજી અને હસીમજાક વચ્ચે વિતાવેલી પોતાની યાદગાર ક્ષણોનો વિડિયો શૅર કરીને લખ્યું હતું કે હૅપી બર્થ-ડે માય પ્રિન્સેસ, પચીસ વર્ષ પહેલાં આ વિશ્વમાં આવવા માટે આભાર. તું સૌથી અદ્ભુત વ્યક્તિ છે જેને હું જાણું છું. આઇ લવ યુ.’

hardik pandya cricket news sports news sports indian cricket team