12 February, 2026 10:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
વૅલેન્ટાઇન વીકમાં હાર્દિક પંડ્યાનો રોમૅન્ટિક અંદાજ ચર્ચામાં છે. હાર્દિક પંડ્યાનો એક ફોટો વાઇરલ થઈ રહ્યો છે જેમાં તેણે પોતાની ગર્લફ્રેન્ડ માહિકા શર્મા માટે એક ટૅટૂ કરાવ્યું છે. ગર્લફ્રેન્ડ માહિકા શર્માના પ્રેમમાં ડૂબેલા હાર્દિક પંડ્યાએ ગરદનના ભાગ પર સ્ટાઇલિશ M અક્ષરનું ટૅટૂ કરાવ્યું છે. T20 વર્લ્ડ કપની પહેલી મૅચમાં હાર્દિકે અમેરિકા સામે ૬ બૉલમાં પાંચ રન કર્યા બાદ ૪ ઓવરના સ્પેલમાં એક પણ વિકેટ વગર ૩૪ રન આપ્યા હતા.