હાર્દિક પંડ્યાએ ૧.૭ કરોડ રૂપિયાની મર્સિડીઝ વી-ક્લાસ કાર ગર્લફ્રેન્ડ માહિકા શર્માને ગિફ્ટ કરી

30 March, 2026 06:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

IPL 2026 પહેલાં હાર્દિક પંડ્યાએ ફરી એક વાર કાર ખરીદીને સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે. જોકે નવી કાર ખરીદીને તેણે ગર્લફ્રેન્ડ માહિકા શર્માને ગિફ્ટ કરી છે. મૉડલ મહિકા શર્માને મર્સિડીઝ વી-ક્લાસ કાર ભેટમાં આપી છે.

હાર્દિક પંડ્યાએ ૧.૭ કરોડ રૂપિયાની મર્સિડીઝ વી-ક્લાસ કાર ગર્લફ્રેન્ડ માહિકા શર્માને ગિફ્ટ કરી

IPL 2026 પહેલાં હાર્દિક પંડ્યાએ ફરી એક વાર કાર ખરીદીને સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે. જોકે નવી કાર ખરીદીને તેણે ગર્લફ્રેન્ડ માહિકા શર્માને ગિફ્ટ કરી છે. મૉડલ મહિકા શર્માને મર્સિડીઝ વી-ક્લાસ કાર ભેટમાં આપી છે. આ લક્ઝરી કારની કિંમત ૧.૭ કરોડ રૂપિયા છે. આ કાર લઈને ગઈ કાલે બપોરે માહિકા શર્મા શ્રી સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શન કરવા પણ પહોંચી હતી.  
અહેવાલો અનુસાર છેલ્લા બે મહિનામાં તેણે ૩ કાર પાછળ ૧૭-૧૮ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. ફેબ્રુઆરીમાં તેણે ભૂતપૂર્વ પત્ની નતાશા સ્ટૅનકોવિક અને દીકરા અગસ્ત્યને ૪ કરોડ રૂપિયા સુધીની લૅન્ડ રોવર ડિફેન્ડર કાર ભેટમાં આપી હતી. વર્લ્ડ કપ જીત્યા બાદ હાર્દિક પંડ્યાએ પોતાના માટે ૧૦થી ૧૨ કરોડ રૂપિયા સુધીની કિંમત ધરાવતી ફેરારી 12-સિલિન્ડ્રી કાર ખરીદી હતી.

hardik pandya mahieka sharma IPL 2026 indian premier league mumbai indians cricket news sports news sports