✕

પહેલી જ વખત બેઝબૉલ રમીને હાર્દિક પંડ્યા ૯૫ લાખ રૂપિયા જીત્યો

02 November, 2026 02:40 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

નંબર વન યુટ્યુબરની ચૅલેન્જમાં જીતેલા આ પૈસા તેણે દાન કરી દીધા

હાર્દિક પંડયા

ભારતીય ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા હાલમાં જગતના નંબર વન યુટ્યુબર મિસ્ટર બીસ્ટની ચૅનલ પર જોવા મળ્યો હતો.અમેરિકન યુટ્યુબર મિસ્ટર બીસ્ટ દ્વારા મળેલી સ્પોર્ટ્‌સ ચૅલેન્જમાં હાર્દિક પંડ્યાએ ક્રિકેટને બદલે બેઝબૉલ પર હાથ અજમાવ્યો હતો. પહેલી વખત બેઝબૉલ રમી રહેલા હાર્દિક પંડ્યાએ ચાર વખત હોમ-રન એટલે કે મેદાનની બહાર બૉલ ફટકારીને ચૅલેન્જ જીતી લીધી હતી. વિજેતા તરીકે હાર્દિક પંડ્યાને મિસ્ટર બીસ્ટ તરફથી ૯૫ લાખ રૂપિયા મળ્યા હતા. હાર્દિક પંડ્યાએ આ પ્રાઇઝ-મનીને પ્રાણીઓ અને જરૂરિયાતમંદ લોકો માટે દાન કરવાની જાહેરાત કરી હતી. 

cricket news hardik pandya indian cricket team social media viral videos sports news sports youtube