IPL Retention: રિટેન ન થવા પર દુઃખી છે હાર્દિક પાંડ્યા, જુઓ ભાવુક વીડિયો

03 December, 2021 07:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હાર્દિક પાંડ્યા વર્ષ 2015માં આઇપીએલ કરિઅરની શરૂઆતથી આ ટીમનો ભાગ હતો. પણ હવે આ ઑલરાઉન્ડર આગામી સીઝનમાં મુંબઇ ઇન્ડિયન્સ માટે લગભગ રમી શકે.

હાર્દિક પાંડ્યા (ફાઇલ ફોટો)

IPL 2022 માટે મેગા ઑક્શન પહેલા મુંબઇ ઇન્ડિયન્સની રિેન્શન લિસ્ટમાં હાર્દિક પાંડ્યાને જગ્યા નથી મળી. હાર્દિક પાંડ્યા વર્ષ 2015માં આઇપીએલ કરિઅરની શરૂઆતથી આ ટીમનો ભાગ હતો. પણ હવે આ ઑલરાઉન્ડર આગામી સીઝનમાં મુંબઇ ઇન્ડિયન્સ માટે લગભગ રમી શકે.

હાર્દિક પાંડ્યાએ પણ આ વાત તરફ ઇશારો કર્યો છે કે લગભગ તે બીજીવાર ટીમમાં પાછો નહીં આવે. મુંબઇને પાતાના બળે અનેક મેચ જીતાડનારા હાર્દિક પાંડ્યાને રિટેન ન કરવાથી ખૂબ જ દુઃખ થયું છે. હાર્દિક પાંડ્યાએ ઇન્સ્ટાગ્રામ પર એક ભાવુક વીડિયો દ્વારા મુંબઇ ઇન્ડિયન્સ સાથે જોડાયેલી પોતાની સ્મૃતિઓ શૅર કરી છે.

હાર્દિકે વીડિયોના કૅપ્શનમાં લખ્યું, "હું આ સ્મૃતિઓને આજીવન જાળવી રાખીશ, હું આ ક્ષણોને મારા જીવનનો ભાગ બનાવીશ. મેં જે મિત્રો બનાવ્યા છે, જે બંધન બંધાયા છે, લોકો, ચાહકો, હું તેમનો આભારી છું, હું માત્ર એક ખેલાડી તરીકે નહીં પણ વ્યક્તિ તરીકે પણ મોટો થયો છું."

પાંડ્યાએ આગળ લખ્યું, "હું યુવા ક્રિકેટર તરીકે મોટા સપનાઓ લઈને આવ્યો હતો. અમે સાથે જીત્યા, અને અમે સાથે હાર્યા, અને સાથે લડ્યા. આ ટીમ સાથે વીતાવેલા દરેક પળ માટે મારા મનમાં ખાસ સ્થાન છે. તે કહે છે કે દરેક સારી વસ્તુનો અંત આવે છે, પણ મુંબઇ ઇન્ડિયન્સ હંમેશા મારા મનમાં રહેશે."

28 વર્ષનો હાર્દિક આઇપીએલમાં ફક્ત મુંબઇ ફ્રેન્ચાઇઝી માટે ક્રિકેટ રમ્યો છે. તેણે આઇપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સ માટે 27.33ની ટકાવારીથી 1476 રન્સ કર્યા અને 47 વિકેટ લીધી. જો કે, આઇપીએલની છેલ્લી સીઝનમાં તેનું પ્રદર્શન બેટથી ખૂબ જ નિરાશાજનક રહ્યું અને તે 14.11ની ટકાવારીથી 127 રન્સ કર્યા હતા. બૉલિંગની વાત કરીએ તો તેણે છેલ્લી સીઝનમાં એક પણ ઓવર નાખી નહોતી.

આઇપીએલ 2022 માટે મુંબઇ ઇન્ડિયન્સના કૅપ્ટન રોહિત શર્મા, ફાસ્ટ બૉલર જસપ્રીત બુમરાહ, સૂર્યકુમાર યાદવને રિટેન કર્યો છે. તે કેરિબિયન ઑલરાઉન્ડર કીરોન પોલાર્ડને પણ ફ્રેન્ચાઇઝીએ જાળવી રાખ્યો છે. ચાર ખેલાડીઓને રિટેન કર્યા પછી મુંબઇ ઇન્ડિયન્સ આગામી મેગા ઑક્શનમાં 48 કરોડ રૂપિયાની બાકીની રકમ સાથે જશે.

cricket news sports news sports hardik pandya