02 September, 2026 09:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હાર્દિક પંડ્યાનો શિવાજી ધ બૉસ જેવો લુક થયો વાઇરલ
મુંબઈથી બૅન્ગલોર શિફ્ટ થયેલો ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા હાલમાં સેન્ટર ઑફ એક્સલન્સમાં ઇન્જરીમાંથી સ્વસ્થ થઈ રહ્યો છે. ફિટનેસ પર કામ કરી રહેલા હાર્દિક પંડ્યાએ ઑગસ્ટ મહિનાની શરૂઆતમાં તિરુમાલાના શ્રી વેન્કટેશ્વર સ્વામી મંદિરમાં પરંપરાગત મુંડન કરાવ્યું હતું.
તિરુમાલા મંદિરની વિઝિટ સમયે હાર્દિક પંડ્યાના ચહેરા પર દાઢી હતી. હવે વાઇરલ થઈ રહેલા ફોટોમાં હાર્દિક પંડ્યા ચમકદાર ટાલ, મૂછ અને ક્લીન શેવ સાથે જોવા મળ્યો હતો. હાર્દિક પંડ્યાના આ ફોટો જોઈ ક્રિકેટ ફૅન્સને ‘શિવાજી ધ બૉસ’ ફિલ્મના રજનીકાંતના પાત્રના લુકની યાદ આવી હતી.