24 February, 2026 02:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હાર્દિક પંડ્યા
ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાનો ICC ટુર્નામેન્ટમાં રેકૉર્ડ-બ્રેક વિજય સિલસિલો T20 વર્લ્ડ કપ 2026ના સુપર 8 તબક્કામાં સાઉથ આફ્રિકા સામે ભારતની હાર સાથે સમાપ્ત થયો. આ ઑલરાઉન્ડરે T20 વર્લ્ડ કપ 2022ની સેમી-ફાઇનલમાં છેલ્લી હાર બાદ સતત ૨૧ ICC મૅચ જીતી હતી. ઑસ્ટ્રેલિયાનો માઇકલ ક્લાર્ક અને શૉન ટેઇટ સતત ૧૭ ICC મૅચ જીત્યા હતા.
ભારતીય ટીમનો ICCની વાઇટ-બૉલ ટુર્નામેન્ટમાં રેકૉર્ડ સતત ૧૭ જીતનો સિલસિલો પણ અમદાવાદમાં રવિવારે સમાપ્ત થયો હતો. ભારતે T20 વર્લ્ડ કપ 2024, ચૅમ્પિયન્સ ટ્રોફી 2025 અને T20 વર્લ્ડ કપ 2026ની ગ્રુપ-સ્ટેજ સુધી સતત ૧૭ મૅચ જીતી હતી. ICCની વાઇટ-બૉલ ટુર્નામેન્ટમાં ભારત છેલ્લે ૨૦૨૩ના વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં ઑસ્ટ્રેલિયા સામે હાર્યું હતું. એ સમયે પણ વેન્યુ અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ હતું.