હાર્દિક પંડ્યાએ પોલાર્ડને ગુજરાતી ગણાવ્યો!

19 October, 2021 06:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ભારતના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ તેના મુંબઈ ઈન્ડિયન્સ (MI)ના સાથી ખેલાડી કૈરન પોલાર્ડને દિલથી `ગુજરાતી` ગણાવ્યો છે

હાર્દિક પંડ્યા અને પોલાર્ડ. તસવીર/ પીટીઆઈ

ભારતના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ તેના મુંબઈ ઈન્ડિયન્સ (MI)ના સાથી ખેલાડી કૈરન પોલાર્ડ (Kieron pollard)ને દિલથી `ગુજરાતી` ગણાવ્યો છે અને કહ્યું છે કે વેસ્ટ ઈન્ડિઝ મર્યાદિત સામેના કેપ્ટન ‘ભારતીય વ્યક્તિ’ની જેમ કામ કરે છે.

“અમે તેને દાદા કહીએ છીએ. તે વેસ્ટ ઈન્ડિઝનો છે, પરંતુ તે ખરેખર એક ગુજરાતી છે. તે ખરેખર એક ભારતીયની જેમ કામ કરે છે, એક વ્યક્તિ જે મિલકતમાં માને છે, એક વ્યક્તિ જે રોકાણમાં માને છે, એક માણસ જે માને છે કે કાર ખરીદવાને બદલે, હું પ્રોપર્ટી ખરીદીશ કારણ કે તેનું મૂલ્ય વધશે. એક રૂપિયા વેસ્ટ નહીં કરુંગા (હું એક રૂપિયાનો બગાડ નહીં કરું.)” તેમ પંડ્યાએ ESPNcricinfoને કહ્યું હતું.

“મારા માટે ક્રુણાલ જેવો છે, તેવો જ પોલાર્ડ છે. તે લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો ભાગ રહ્યો છે. હું ક્યારેક સમજી શકતો નથી કે તે કેવી રીતે કાર્ય કરે છે, પરંતુ તેણે મને તે રહેવા દેવાનું શીખવ્યું છે. જો મને કંઇક ન ગમે તો હું તરત જ કહી દઉં છું, પરંતુ તેણે મને ઘણી વખત શાંત કર્યો અને ઘણી વખત જ્યારે મને જીવનના પાઠ ભણાવ્યા છે.” તેણે ઉમેર્યું હતું.

પંડ્યાએ વધુમાં જણાવ્યું હતું કે પોલાર્ડ માત્ર એક મિત્ર જ નથી, પરંતુ હવે ‘પરિવાર’ છે.

“સંબંધ કૃણાલના કારણે શરૂ થયો હતો. વર્ષ 2015માં આઈપીએલમાં મેં પોલી સાથે વાત નહોતી કરી. તે આગલા રૂમમાં હતો, પરંતુ માત્ર “હાય-બાય” જેલતો જ વ્યવહાર હતો. “2016માં, જ્યારે કૃણાલ આવ્યો ત્યારે મેં વાત કરવાનું શરૂ કર્યું હતું અને પોલી હવે પરિવારના સભ્ય સમાન છે, માત્ર એક મિત્ર નથી, માત્ર એક ટીમ-સાથી નથી.” તેમ હાર્દિકે ઉમેર્યું હતું.

cricket news sports news hardik pandya kieron pollard