28 March, 2026 03:41 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાનખેડે સ્ટેડિયમના ગ્રાઉન્ડ્સમેનને ૧૦-૧૦ લાખ રૂપિયા આપ્યા હાર્દિક પંડ્યાએ
વાનખેડે સ્ટેડિયમના ગ્રાઉન્ડ્સમેન સાથેનો હાર્દિક પંડ્યાનો ફોટો સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર વાઇરલ થઈ રહ્યો છે. અહેવાલો અનુસાર T20 વર્લ્ડ કપ દરમ્યાન મોડી રાતના પ્રૅક્ટિસ-સેશન સુધી મદદ કરવા બદલ તેણે તમામ ગ્રાઉન્ડ્સમેનને ચેક આપ્યો હતો. ચેકની રકમ વિશે ઑફિશ્યલ સ્પષ્ટતા નથી મળી. જોકે કેટલાક અહેવાલોમાં દરેક જણને ૧૦ લાખ રૂપિયાનો ચેક આપ્યો હોવાનો ચોંકાવનારો દાવો કરવામાં આવી રહ્યો છે.