હરમનપ્રીત કૌર ઍન્ડ કંપનીની હાર, હેડ કોચ અમોલ મુઝુમદારની ટીમે મારી બાજી

07 June, 2026 09:25 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026ના સંગ્રામમાં ઊતરતાં પહેલાં ભારતીય પ્લેયર્સ અને સપોર્ટ-સ્ટાફ વચ્ચે રમાયો પેઇન્ટબૉલ જંગ

સ્મૃતિ માન્ધના

વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026 શરૂ થાય એ પહેલાં ભારતીય ટીમની પ્લેયર્સ અને સપોર્ટ-સ્ટાફ એક રસપ્રદ રમતનો આનંદ માણતાં જોવા મળ્યાં હતાં. ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા શૅર કરવામાં આવેલા વિડિયોમાં પ્લેયર્સ અને સપોર્ટ-સ્ટાફ પેઇન્ટબૉલ બૅટલમાં સામસામે ટકરાયાં હતાં. તમામ લોકો આર્મી જેવા ડ્રેસ, હેલ્મેટ અને સ્પેશ્યલ બંદૂક સહિતનાં સાધનોમાં જોવા મળ્યાં હતાં.

પેઇન્ટબૉલ બૅટલની રમતમાં બે ટીમ બનાવીને ખાસ બંદૂક દ્વારા એકબીજા સામે રંગથી ભરેલી ગોળી ચલાવવામાં આવે છે. એનાથી બચવા ખેલાડીઓ શીલ્ડનો પણ ઉપયોગ કરી શકે છે. જોકે આ રમતમાં શાનદાર પ્રદર્શન કરીને હેડ કોચ અમોલ મુઝુમદારની ટીમે હરમનપ્રીત કૌર ઍન્ડ કંપનીને હરાવી હતી.

indian womens cricket team smriti mandhana t20 world cup harmanpreet kaur sports news sports cricket news