હરમનપ્રીત કૌરે રિપોર્ટરે પૂછેલા રિટાયરમેન્ટના સવાલનો ધોનીની સ્ટાઇલમાં જડબાતોડ જવાબ આપ્યો

09 June, 2026 11:53 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇંગ્લૅન્ડ ઍન્ડ વેલ્સમાં આયોજિત ICC વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે કૅપ્ટન્સ ડે ઇવેન્ટ બાદ પ્રેસ કૉન્ફરન્સ યોજાઈ હતી. આ સતત દસમો T20 વર્લ્ડ કપ રમવા માટે તૈયાર હરમનપ્રીત કૌરને પ્રેસ કૉન્ફરન્સમાં પૂછવામાં આવેલા સવાલનો વિડિયો ભારે વાઇરલ થયો હતો.

હરમનપ્રીત કૌરે રિપોર્ટરે પૂછેલા રિટાયરમેન્ટના સવાલનો ધોનીની સ્ટાઇલમાં જડબાતોડ જવાબ આપ્યો

ઇંગ્લૅન્ડ ઍન્ડ વેલ્સમાં આયોજિત ICC વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે કૅપ્ટન્સ ડે ઇવેન્ટ બાદ પ્રેસ કૉન્ફરન્સ યોજાઈ હતી. આ સતત દસમો T20 વર્લ્ડ કપ રમવા માટે તૈયાર હરમનપ્રીત કૌરને પ્રેસ કૉન્ફરન્સમાં પૂછવામાં આવેલા સવાલનો વિડિયો ભારે વાઇરલ થયો હતો.

૩૭ વર્ષની હરમનપ્રીત કૌરને એક રિપોર્ટરે પૂછ્યું કે ‘શું આ તમારી છેલ્લી ટુર્નામેન્ટ છે?’ હરમને જવાબ આપ્યો કે ‘કેમ? તને શું લાગે છે કે મારે રોકાઈ જવું જોઈએ?’ જ્યારે રિપોર્ટરે માથું હલાવીને ના પાડી ત્યારે હરમને ફરી કહ્યું કે ‘તો તું મને આવો સવાલ જ કેમ પૂછે છે?’

વર્ષ ૨૦૧૬ના T20 વર્લ્ડ કપ દરમ્યાન ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ રિપોર્ટરને બાજુમાં બેસાડીને આ જ અંદાજમાં જડબાતોડ જવાબ આપ્યો હતો.

harmanpreet kaur indian womens cricket team cricket news sports news viral videos