20 June, 2026 07:56 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
T20 ઇન્ટરનૅશનલમાં ૨૦૦ મૅચ રમનાર પહેલી ક્રિકેટર બનશે હરમનપ્રીત કૌર
વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026માં બૅક-ટુ-બૅક મૅચ જીત્યા બાદ ભારતીય ટીમ હવે ત્રણ ડેન્જરસ ટીમો સામે ટક્કરાશે. ૨૧ જૂને સાઉથ આફ્રિકા, ૨૫ જૂને બંગલાદેશ અને ૨૮ જૂને ઑસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમની ટક્કર થશે. આ મૅચો દરમ્યાન ભારતીય કૅપ્ટન હરમનપ્રીત કૌર મોટો રેકૉર્ડ પોતાને નામે કરશે.
હરમનપ્રીત કૌર વધુ એક મૅચ રમીને વિમેન્સ અને મેન્સ T20 ઇન્ટરનૅશનલમાં ૨૦૦ મૅચ રમનાર પહેલી ક્રિકેટર બની જશે. આ લિસ્ટમાં હજી સુધી કોઈ બૅટર ૧૮૫ મૅચ પણ રમી શક્યું નથી.
વર્ષ ૨૦૦૯થી હમણાં સુધી હરમનપ્રીત કૌરે ૧૯૯ T20 મૅચ રમી છે. ૧૭૮ ઇનિંગ્સમાં તેણે બૅટિંગ કરીને ૧૭ ફિફ્ટી અને એક સેન્ચુરીની મદદથી ૪૧૨૩ રન કર્યા છે. ૬૨ ઇનિંગ્સમાં બોલિંગ કરીને તેણે ૩૨ વિકેટ લીધી છે.