ભારતીય કૅપ્ટનના પદ પર હજી પણ હરમનને જોવા ઇચ્છે છે અમોલ મુઝુમદાર

30 June, 2026 10:11 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૩૭ વર્ષની હરમનપ્રીત કૌર પાસે હવે કૅપ્ટન્સી જળવાઈ રહેશે? એ સવાલનો જવાબ આપતાં ભારતના હેડ કોચ અમોલ મુઝુમદારે કહ્યું...

હેડ કોચ અમોલ મુઝુમદાર સાથે હરમનપ્રીત કૌર

૨૦૨૦ની રનર-અપ ટીમ ભારત સતત બીજી વખત અને ઑવરઓલ પાંચમી વખત ગ્રુપ-સ્ટેજ રમીને વિમેન્સ T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ છે. રવિવારે ઑસ્ટ્રેલિયાએ ઐતિહાસિક ૧૭૧ રનનો ટાર્ગેટ ચેઝ કરીને ભારતને ટુર્નામેન્ટમાંથી બહાર કરી દીધું હતું.

૩૭ વર્ષની હરમનપ્રીત કૌર પાસે હવે કૅપ્ટન્સી જળવાઈ રહેશે? એ સવાલનો જવાબ આપતાં ભારતના હેડ કોચ અમોલ મુઝુમદારે કહ્યું, ‘કૅપ્ટન કોણ રહેશે એ નક્કી કરવાનું કામ સિલેક્ટર્સનું છે. મારો ટૂંકો અને સ્પષ્ટ જવાબ છે હા. આખી ટુર્નામેન્ટને જોતાં મને લાગે છે કે આપણે ખરેખર આપણી બોલિંગ અને ફીલ્ડિંગ પર કામ કરવાની જરૂર છે.’

harmanpreet kaur indian womens cricket team india cricket news sports sports news