મેં સંજુ સૅમસનનો કૅચ છોડીને સૌથી મોટી ભૂલ કરી

07 March, 2026 05:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સેમી-ફાઇનલ મૅચમાં હાર બાદ ઇંગ્લૅન્ડના કૅપ્ટન હૅરી બ્રૂકે ભૂલ સ્વીકારતાં કહ્યું......

ઇંગ્લૅન્ડના કૅપ્ટન હૅરી બ્રૂક

ઇંગ્લૅન્ડના કૅપ્ટન હૅરી બ્રૂકે સ્વીકાર્યું કે સંજુ સૅમસનનો કૅચ છોડવા સહિતની મહત્ત્વપૂર્ણ ફીલ્ડિંગ-ભૂલો મોંઘી સાબિત થઈ. એને કારણે તેની ટીમ T20 વર્લ્ડ કપની સેમી-ફાઇનલ મૅચમાં હારી ગઈ. મૅચ બાદ તેણે કહ્યું હતું કે ‘હું પ્રામાણિકપણે સ્વીકારું છું કે મેં સંજુ સૅમસનનો કૅચ છોડીને સૌથી મોટી ભૂલ કરી. અમે ફીલ્ડિંગમાં સારા નહોતા.’ 
ત્રીજી ઓવરમાં જોફ્રા આર્ચરની ઓવરમાં મિડ-ઑન તરફ સંજુ સૅમસને શૉટ ફટકાર્યો હતો. ઇંગ્લૅન્ડના કૅપ્ટને હાથમાં આવેલો કૅચ છોડીને ટ્રોફી તરફ આગળ વધવાની મહત્ત્વપૂર્ણ તક પણ ગુમાવી હતી. એ સમયે સંજુ સૅમસને ૬ બૉલમાં ૧૫ રન કર્યા હતા અને ઇનિંગ્સના અંતે તેણે ૪૨ બૉલમાં ૮૯ રનનો સ્કોર કર્યો હતો. રેકૉર્ડ-બ્રેક મૅચમાં સંજુ પ્લેયર ઑફ ધ મૅચ પણ બન્યો હતો.  

sanju samson t20 world cup england cricket news sports news