ઇંગ્લૅન્ડની વાઇટ-બૉલ ક્રિકેટ ટીમનો વાઇસ-કૅપ્ટન બન્યો બ્રુક

22 January, 2025 07:58 AM IST  |  England | Gujarati Mid-day Correspondent

ઇંગ્લૅન્ડ ક્રિકેટ બોર્ડે પચીસ વર્ષના શાનદાર બૅટ્સમૅન હૅરી બ્રુકને ઇંગ્લૅન્ડની લિમિટેડ ઓવર્સની ટીમનો નવો વાઇસ-કૅપ્ટન જાહેર કર્યો છે

હૅરી બ્રુક

ઇંગ્લૅન્ડ ક્રિકેટ બોર્ડે પચીસ વર્ષના શાનદાર બૅટ્સમૅન હૅરી બ્રુકને ઇંગ્લૅન્ડની લિમિટેડ ઓવર્સની ટીમનો નવો વાઇસ-કૅપ્ટન જાહેર કર્યો છે. તે ભારત સામેની સિરીઝથી પોતાની વાઇસ-કૅપ્ટન તરીકેની સફર શરૂ કરશે. વિકેટકીપર-બૅટર અને કૅપ્ટન જોસ બટલરની ગેરહાજરીમાં કૅપ્ટન્સી કરનાર ફિલ સૉલ્ટ ભારત સામેની સિરીઝમાં વિકેટકીપરની ભૂમિકામાં જોવા મળશે. કલકત્તાની T20 મૅચ માટે મહેમાન ટીમે ગઈ કાલે પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરી હતી.

પહેલી T20 મૅચ માટે ઇંગ્લૅન્ડની પ્લેઇંગ ઇલેવન ઃ બેન ડકેટ, ફિલ સૉલ્ટ (વિકેટકીપર), જોસ બટલર (કૅપ્ટન), હૅરી બ્રુક (વાઇસ-કૅપ્ટન), લિયામ લિવિંગસ્ટન, જેકબ બેથેલ, જૅમી ઓવરટન, ગસ ઍટકિન્સન, જોફ્રા આર્ચર, આદિલ રશીદ, માર્ક વુડ.

sports news sports england cricket news t20 international