હર્ષ ગોયનકાએ લલિત મોદી, જય શાહ અને સચિનને ગણેશ-વિષ્ણુ-બ્રહ્મા ગણાવ્યા

30 March, 2026 05:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

RPG એન્ટરપ્રાઇઝના ચૅરમૅન હર્ષ ગોયનકા સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર ક્રિકેટ સહિતના મુદ્દા પર કમેન્ટ કરવા માટે જાણીતા છે. તેમણે ગઈ કાલે X પ્લૅટફૉર્મ પર લલિત મોદી, જય શાહ અને સચિનને ગણેશ-વિષ્ણુ-બ્રહ્મા ગણાવ્યા હતા. 

હર્ષ ગોયનકા

હર્ષ ગોયનકાએ લખ્યું હતું કે ‘જ્યારે આપણે કોઈ પણ પૂજા શરૂ કરીએ છીએ ત્યારે બ્રહ્મા, વિષ્ણુ અને ગણેશનું આહ્‍વાન કરીએ છીએ. IPL શરૂ થતાંની સાથે જ આપણને આપણી પોતાની ‘ત્રિમૂતિ’ યાદ આવે છે. ગણેશ - લલિત મોદી જેમણે આ રમત બનાવી. વિષ્ણુ - જય શાહ જે એને ટકાવી રાખે છે અને આગળ ધપાવે છે. બ્રહ્મા - સચિન તેન્ડુલકરને ક્રિકેટના ભગવાન તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં ક્રિકેટ એક ધર્મ છે.’ 

cricket news IPL 2026 sachin tendulkar jay shah indian premier league sports news sports social media board of control for cricket in india