ભારતના હર્ષિત રાણાએ ઘૂંટણની સર્જરી કરાવી

10 February, 2026 12:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઘૂંટણની ઇન્જરીને કારણે દિલ્હીના ૨૪ વર્ષના આ ક્રિકેટરે ભારત માટે પહેલી વખત વર્લ્ડ કપ રમવાની તક ગુમાવી હતી

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

ઘૂંટણની ઇન્જરીને કારણે T20 વર્લ્ડ કપ 2026માંથી બહાર થયેલા ફાસ્ટ બોલર હર્ષિત રાણાએ ઘૂંટણની સર્જરી કરાવી છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર તેના હૉસ્પિટલના પલંગ પરથી એક ફોટો શૅર કરીને લખ્યું હતું કે સર્જરી સારી રહી, હવે ફોકસ સ્વસ્થ થવા અને મને જે ગમે છે એ પાછું મેળવવા પર છે.

સાઉથ આફ્રિકા સામે વૉર્મ-અપ મૅચમાં થયેલી ઘૂંટણની ઇન્જરીને કારણે દિલ્હીના ૨૪ વર્ષના આ ક્રિકેટરે ભારત માટે પહેલી વખત વર્લ્ડ કપ રમવાની તક ગુમાવી હતી. 

harshit rana indian cricket team team india cricket news sports sports news