22 March, 2026 08:19 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
વસીમ જાફર હાર્દિક પંડ્યા અને ઇરફાન પઠાણ
ભારતના ભૂતપૂર્વ બૅટ્સમૅન વસીમ જાફરે ભારતના ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા સાથેની પહેલી મુલાકાત વિશે ખુલાસો કર્યો છે. ૪૮ વર્ષના મુંબઈના આ ભૂતપૂર્વ ખેલાડીએ કહ્યું હતું કે ‘અમે ૨૦૧૪-’૧૫ની રણજી ટ્રોફી સીઝન દરમ્યાન ઇરફાનના ઘરે ડિનર માટે ગયા હતા અને એ સમયે હું હાર્દિકને પહેલી વાર મળ્યો હતો. ઇરફાને મને કહ્યું હતું કે હાર્દિક જલદી મોટું નામ કરવાનો છે.’ રસપ્રદ વાત એ છે કે હાર્દિકે તાજેતરમાં વસીમ જાફરને પોતાનો આદર્શ ગણાવ્યો હતો જ્યારે અગાઉના ઇન્ટરવ્યુમાં ઇરફાન પઠાણનું નામ લીધું હતું.