✕

હું હજુ પણ મારા શ્રેષ્ઠ ફૉર્મમાં છું, તો પછી ભારત માટે રમવાની આશા કેમ છોડું? : મોહમ્મદ શમી

22 October, 2026 02:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મોહમ્મદ શમી કહે છે, ‘હું ટીમ ઇન્ડિયા માટે ફરી રમવાની આશા કેમ છોડી દઉં? વ્યક્તિએ હંમેશાં આશા રાખવી જોઈએ. મારા માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમતા રહેવું એ IPLની તૈયારીના દૃષ્ટિકોણથી પણ ફાયદાકારક છે. જ્યાં સુધી હું શક્ય તેટલી વધુ મૅચો રમતો રહીશ.

મોહમ્મદ શમી

ન્યુ ઝીલૅન્ડની આગામી ટૂર માટે પસંદગી ન પામવા છતાં મોહમ્મદ શમીએ ફરી ભારત માટે રમવાની આશા છોડી નથી. ૩૬ વર્ષનો મોહમ્મદ શમી છેલ્લે ભારત માટે ચૅમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલ મૅચમાં રમ્યો હતો. ત્યાર પછી તે ડોમેસ્ટિક ક્રિકેટ રમીને વારંવાર પોતાની ફિટનેસ સાબિત કરી રહ્યો છે.

મોહમ્મદ શમી કહે છે, ‘હું ટીમ ઇન્ડિયા માટે ફરી રમવાની આશા કેમ છોડી દઉં? વ્યક્તિએ હંમેશાં આશા રાખવી જોઈએ. મારા માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમતા રહેવું એ IPLની તૈયારીના દૃષ્ટિકોણથી પણ ફાયદાકારક છે. જ્યાં સુધી હું શક્ય તેટલી વધુ મૅચો રમતો રહીશ ત્યાં સુધી મારો લય જળવાઈ રહેશે. હું હજુ પણ ઉત્તમ ફૉર્મમાં છું. આ એકમાત્ર એવી બાબત છે જે મારા નિયંત્રણમાં છે. બાકી બધું મારા હાથની બહાર છે. મારી ફિલસૂફી સરળ છે: બસ રમતા રહો. હું માત્ર સ્થાનિક ક્રિકેટ રમવાનો આનંદ માણી રહ્યો છું.’

"ભુવીની ટીમમાં ૪ વર્ષ પછી વાપસી થઈ. તે જે રીતે રમી રહ્યો હતો એ જોતાં તેની વાપસી ઘણી પહેલાં થઈ જવી જોઈતી હતી" - મોહમ્મદ શમી

mohammed shami indian cricket team cricket news champions trophy sports news sports new zealand