13 December, 2024 10:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
યોગરાજ સિંહ
સચિન તેન્ડુલકરનો દીકરો અર્જુન તેન્ડુલકર પચીસ વર્ષનો થઈ ગયો છે, પરંતુ હજી સુધી તેની ક્રિકેટ-કરીઅરને વેગ મળ્યો નથી. તે IPLમાં મુંબઈ ઇન્ડિયન્સ અને ડોમેસ્ટિક ક્રિકેટમાં ગોવા તરફથી રમે છે, પરંતુ અત્યાર સુધી આ પ્લેયર અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શક્યો નથી. IPLના મેગા ઑક્શનમાં અંતિમ રાઉન્ડમાં મુંબઈ ઇન્ડિયન્સે આ લેફ્ટ આર્મ મીડિયમ ફાસ્ટ બોલરને ૩૦ લાખની બેઝ-પ્રાઇસમાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો.
ભૂતપૂર્વ ભારતીય ઑલરાઉન્ડર યુવરાજ સિંહના પપ્પા યોગરાજ સિંહે હાલમાં એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘અર્જુન મારી પાસે ૮ દિવસ માટે આવ્યો હતો અને મેં તેને અરેબિયન ઘોડો બનાવ્યો હતો. એક વખત પ્રૅક્ટિસ દરમ્યાન તેના પગ પર બૉલ વાગ્યો અને મેં તેને આરામ કરવાને બદલે બૅટિંગ કરવા કહ્યું. આ પછી તેણે લાંબી સિક્સર ફટકારી. રણજી ટ્રોફીમાં પણ સેન્ચુરી ફટકારી. બે મહિના માટે તેને મને સોંપી દો, હું તેને ક્રિસ ગેઇલ બનાવીશ.’
અર્જુન તેન્ડુલકરનો રેકૉર્ડ
૧૭ ફર્સ્ટ ક્લાસ મૅચ : ૫૩૨ રન, ૩૭ વિકેટ
૧૫ લિસ્ટ-A મૅચ : ૬૨ રન, ૨૧ વિકેટ
૨૪ T20 મૅચ : ૧૧૯ રન, ૨૭ વિકેટ